For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ: હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાવાશે

10:57 AM Nov 21, 2024 IST | revoi editor
અમદાવાદ  હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાવાશે
Advertisement

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર સેન્સર મશીન લગાવશે. આ મશીન એવા વિસ્તારોમાં લગાવવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધુ છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલા બજેટમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં એર સેન્સર મશીન લગાવવા રુપિયા 20 કરોડની રકમની ફાળવણી કરવામાં આવેલી છે.
શહેરમાં દર 500 મીટરના અંતરે એર સેન્સર મશીન મુકી એર કવોલીટી ઈન્ડેકસમાં ઘટાડો કરવા પ્રયાસ કરાશે. જે વિસ્તારમાં હવાનુ પ્રદૂષણ વધતુ જોવા મળશે ત્યાં તંત્ર તરફથી ત્વરીત પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસ કરાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement