અમદાવાદઃ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવામાં આવ્યા વધારાના કોચ
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળથી ચાલનારી ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર-ચાર કોચ વધારાના ઉમેરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નં. 09413/09414 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમાં સાબરમતીથી 5,9,14 અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ તથા બનારસથી 6,10,15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નં. 09421/09422 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનમાં સાબરમતીથી 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ તથા બનારસથી 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.
3. ટ્રેન નં. 09403/09404 અમદાવાદ-જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનમાં અમદાવાદથી 5,14,15,18,19 અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ તથા જંઘઈથી 7,16,17,20,21 અને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવશે.
ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.