અમદાવાદઃ AACA એજીએમ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
04:53 PM Jun 16, 2025 IST | revoi editor
Advertisement
ગાંધીનગરઃ અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM) અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રવિવારના રોજ આયોજિત થયો હતો.
Advertisement
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને AACA એન્થમથી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત તમામ લોકો માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં AACA ના વિવિધ આયોજનોનો અહેવાલ રજૂ થયો.
અત્રે ઉલ્લેખનિય છે કે AACA દ્વારા તાજેતરમાં Influencer Conclave, હેલ્થ અવેરનેસ સેમિનાર, આઠમો રક્તદાન કેમ્પ તથા નોટબુક વિતરણ કાર્યક્રમ સહિત અનેક પ્રેરણાદાયી સેવાકાર્યો પણ હાથ ધરાયા હતા.
Advertisement
Advertisement