ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા આગવા ટ્રેકમાં જોવા મળી
2024નો અંત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમે 2025 ની શરૂઆત આક્રમક રીતે કરી છે. ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી આ વાતની સાક્ષી છે. વાનખેડે ખાતે ભારતે ઇંગ્લેન્ડને રેકોર્ડ બ્રેકિંગ રીતે હરાવ્યું. આક્રમક ઓપનર અભિષેક શર્માએ ઝડપી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. એવું લાગતું હતું કે અભિષેકની ઇનિંગે ગૌતમ ગંભીરના ભૂતકાળના ઘા રૂઝાવી દીધા હતા. મેચ પછી, ગંભીરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઈને વિરોધી ટીમોને રેડ એલર્ટ પણ આપ્યું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T20 મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી અને અભિષેક શર્માએ ભૂખ્યા સિંહની જેમ ઈંગ્લેન્ડના બેટ્સમેન પર હુમલો કર્યો. અભિષેકે 54 બોલમાં 13 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 135 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી. 248 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડ માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગયું. હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ હશે, જેના માટે ગંભીરે બ્યુગલ વગાડી દીધો છે. હવે ક્રિકેટ પ્રેમીઓની ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ ઉપર મંડાયેલી છે. વન-ડે સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સામે પોતાનું આક્રમક વલણ યથાવત રાખે તેવી શકયતાઓ છે.