હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગાંધીનગરમાં ટેટ અને ટાટના ઉમેદવારોનું આંદોલન, પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ

05:03 PM Feb 24, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ રાજ્યમાં ટેટ અને ટાટ થયેલા ઉમેદવારોએ અગાઉ લડત કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પણ ભરતીની પ્રકિયા ખૂબ ધીમી ગતિએ કરવામાં આવતી હોવાથી ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીથી લડતનો ફરીવાર પ્રારંભ કર્યો છે. રાજ્યભરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. ટેટ અને ટાટના ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયતનો સિલસિલો શરૂ કરી દીધો હતો. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે  250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી છે.

Advertisement

ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલન માટે પહોંચી રહ્યા હતા. ત્યારે સત્યાગ્રહ છાવણી પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી. જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ટેટ અને ટાટના ઉમેદવારો એકઠા થઈ રહ્યા હતા. પ્રથમ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ નજીક એકઠા થયા હતો. ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયત સિલસિલો શરૂ કરી દીધો હતો. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ અને આંદોલનકારી ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે  250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી

ટેટ અને ટાટના ઉમેદવારો છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને ઝડપથી પુરૂ કરી કરવાની માગ કરી રહ્યા છે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી લીધી છે.

Advertisement

ટેટ અને ટાટના ઉમેદવારોના કહેવા મુજબ રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે TAT(S) અને TAT(HS)ની દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાને લાંબો સમય વીતી ગયો હોવા છતા 24,700 શિક્ષકોની ભરતી ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા સાથે ચાલુ ભરતી પ્રકિયામાં જગ્યા વધારો કરવા બાબતે શિક્ષણમંત્રી તેમજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં યોગ્ય જવાબ મળ્યો નથી.  ઘણાં ઉમેદવારોને વય મર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારિવારિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ ન હોઈ એટલે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અંગત રસ દાખવી શિક્ષણ વિભાગ સંબંધિત અધિકારીઓને 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા તેમજ ચાલુ ભરતીમાં શક્ય બને એટલો જગ્યા વધારા બાબતે સુચન કરી  ઉમેદવારોને ન્યાય અપાવે તેવી માગ કરવામાં આવી છે.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGandhinagarGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTET and TAT Candidates Movementviral news
Advertisement
Next Article