For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં સિટીબસ અને BRTSમાં ટિકિટચોરી કૌભાંડમાં એજન્સીના સુપરવાઈઝર સસ્પેન્ડ

05:01 PM Jun 18, 2025 IST | revoi editor
સુરતમાં સિટીબસ અને brtsમાં ટિકિટચોરી કૌભાંડમાં એજન્સીના સુપરવાઈઝર સસ્પેન્ડ
Advertisement
  • ડ્રાઈવર-કંડકટર સપ્લાય કરનારી એજન્સીના સંચાલકો મ્યુનિ. બેઠકમાં ગેરહાજર રહ્યા,
  • એજન્સી સામે અગાઉ પણ બેદરકારીની અનેક ફરિયાદો ઊઠી હતી,
  • કંડકટર પાસેથી ટિકિટ ડિવાઈઝ મશીન બંધ હાલતમાં મળી આવ્યું હતું.

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં ખોટ ઘટાડવા અને ટીકીટ ચોરી કૌભાંડ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ બસ સેવા માટે ડ્રાઈવર કન્ડક્ટર સપ્લાય કરનારી એજન્સી વગદાર હોવાથી કોઈ પગલાં લેવાતા નહોતા.ટિકિટ કૌભાંડ પકડાયા બાદ મ્યુનિની બસ સેવા માટે મહત્વની બેઠકમાં એજન્સીના પ્રતિનિધિઓને હાજર રહેવા માટે સુચના આપી હતી. છતાંયે હાજર ન રહેતા એચ.આર.મેનેજમેન્ટના સુપરવાઈઝર-ચેકરને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત બેઠક દરમિયાન એજન્સી દ્વારા માથાભારે ઈસમોને કન્ડક્ટર રખાતા હોવાની ગંભીર ફરિયાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશને  સિટી બસ અને બીઆરટીએસ બસોમાં ટીકીટ વિનાના મુસાફરોને રોકીને દંડ વસુલવાની કામગીરી શરૂ કરી છે. જેમાં પહેલા જ દિવસે 15 મુસાફરો ટીકીટ વિનાના મળી આવતાં તેમની પાસેથી 1500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જોકે, મ્યુનિની આ ચેકીંગ દરમિયાન ડિંડોલી વિસ્તારમાં ત્રણ બસ એવી મળી આવી હતી જેમાં કંડકટર પાસેથી ટિકિટ ડિવાઈઝ મશીન બંધ હાલતમાં મળી આવ્યું હતું. આ ત્રણેય બસમાં કન્ડકટર સપ્લાય કરવાની કામગીરી સુકાની એચ.આર.મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા પણ આ એજન્સી દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

સુરત મ્યુનિ. સંચાલિત સિટીબસો અને બીઆરટીએસ બસોમાં ટીકીટ ચોરી અટકાવવા માટે મ્યુનિમાં મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું અને આ બેઠકમાં હાજર રહેવા માટે એજન્સી તથા સ્ટાફને તાકીદ કરવામાં આવી હતી. સ્પષ્ટ સૂચના બાદ પણ બેઠકમાં સુકાની એચ.આર.મેનેજમેન્ટના સુપરવાઈઝર અને ચેકર હાજર રહ્યાં ન હતા. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેઠકમાં એવી પણ ગંભીર ફરિયાદ બહાર આવી હતી કે કેટલાક માથાભારે ઈસમોને કંડકટર બનાવી દેવામાં આવે છે. ઘણી વાર મુસાફરો ટીકીટની માંગણી કરે તો પણ દાદાગીરી કરી ટિકિટ આપવામાં આવતી નથી તેથી આવા તત્વોને શોધીને બહાર કાઢવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.

Advertisement

સુરત મ્યુનિની જાહેર પરિવહન માટેની  મળેલી બેઠકમાં ફરિયાદનો ઢગલો થઈ ગયો હતો. જેમાં કન્ડકટર ઉપરાંત ડ્રાઈવરની પણ અનેક ફરિયાદ હતી. જેમાં સિગ્નલ તોડવા અને સ્પીડ લીમીટ હોવા છતાં ફાસ્ટ બસ દોડતી હોવાની ફરિયાદ હતી. આ ફરિયાદ બાદ પાલિકાએ સિગ્નલ તોડનારા બસના ડ્રાઈવરને પહેલી વખત આરટીઓ દંડ અને પાંચમી વખત લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવા તાકીદ કરી છે.

Advertisement
Tags :
Advertisement