સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક આગા ખાનનું 88 વર્ષની વયે નિધન
સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના સ્થાપક આગા ખાનનું 88 વર્ષની વયે અવસાન થયું. વિશ્વભરના લાખો શિયા ઈસ્માઈલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાને અંતિમ શ્વાસ લીધા. આગા ખાન ફાઉન્ડેશને જણાવ્યું કે, આગા ખાને તેમના વસિયતનામાનામાં તેમના ઉત્તરાધિકારીનું નામ લખ્યું છે જેની જાહેરાત પાછળથી કરવામાં આવશે.
આગા ખાન ફાઉન્ડેશને જણાવ્યું કે શિયા ઈસ્માઈલી મુસ્લિમોના 49મા વારસાગત ઈમામ, હિઝ હાઈનેસ પ્રિન્સ કરીબ અલ-હુસેની (આગા ખાન ચોથા)નું પોર્ટુગલમાં અવસાન થયું. તેમનું વસિયતનામું લિસ્બનમાં તેમના પરિવાર અને ધાર્મિક નેતાઓની હાજરીમાં વાંચવામાં આવશે. ઉત્તરાધિકારીની પસંદગી ફક્ત તેના પુરુષ વંશજો અથવા સંબંધીઓમાંથી જ કરવામાં આવે છે.
આગા ખાનના પરિવાર ઈસ્લામના પયગંબર મુહમ્મદના સીધા વંશજ હોવાનું માનવામાં આવે છે. 1957માં તેમના દાદાએ, તેમના પુત્ર અલી ખાનને અવગણીને, પ્રિન્સ કરીમ આગા ખાનને ઉત્તરાધિકારી તરીકે નામ આપ્યું.
આગા ખાને પોતાનું આખું જીવન જાહેર કલ્યાણ માટે સમર્પિત કર્યું. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક આજે 96 હજાર લોકોને રોજગારી આપે છે. તેઓ આરોગ્યસંભાળ, શિક્ષણ, રહેઠાણ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને તજિકિસ્તાન સહિત ઘણા દેશોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.