ધો. 10ના પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓ 20મીમે સુધી ગુણ ચકાસણીની અરજી કરી શકશે
- ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ 8મી મેના રોજ જાહેર કરાયુ હતું
- ગુણ ચકાસણી માટે જરૂરી ફી સાથે વિદ્યાર્થીઓ 20મી મે સુધી અરજી કરી શકશે,
- વિદ્યાર્થીઓ SBI ક્રેડિટકાર્ડ-ડેબીટકાર્ડ કે નેટ બેન્કિંગથી ફી ભરી શકશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ગઈ તા, 8 મેના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગુણચકાસણી કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org અને ssc.gseb.org પર તા.13 મેના રોજ બપોરે 2 વાગ્યાથી તારીખ 20 મેને મંગળવાર સાંજના પાંચ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ગઈ તા. 8મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મળેલા ગુણ અંગે કોઈ પ્રશ્ન હોય તો જરૂરી ફી ભરીને ગુણ ચકાસણી કરી શકે છે. જેના માટે વિદ્યાર્થીઓને બોર્ડની વેબસાઈટ પર 20મી મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે, ધોરણ 10 ના પરિણામ બાદ આ ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન એસબીઆઇ ઈપે સિસ્ટમ મારફત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટબેન્કિંગ દ્વારા અથવા એસબીઆઇ ઇપેના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે જેની આચાર્ય વિદ્યાર્થીઓ વાલીઓ તથા તમામ સંબંધિત અને નોંધ લેવી.