કલમ 370 હટાવ્યા બાદ ભારતીય યુવાનોનો આતંકવાદીઓ સાથેનો સંબંધ લગભગ સમાપ્ત થયોઃ અમિત શાહ
નવી દિલ્હીઃ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમણે દેશની આંતરિક સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચના, વિકાસ કાર્ય અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે દેશની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત બની ગઈ છે. નરેન્દ્ર મોદીની સરકારે બધી સમસ્યાઓ પર એક સાથે હુમલો કર્યો.ગૃહમંત્રી શાહે કહ્યું કે ઉરી અને પુલવામામાં થયેલા હુમલાઓ વડાપ્રધાન મોદીના સત્તામાં આવ્યા પછી થયા હતા. જોકે, 10 દિવસની અંદર ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા કરીને યોગ્ય જવાબ આપ્યો. ફક્ત બે દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ, તેમની સુરક્ષા અને સરહદો માટે ઉભા રહ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યાદીમાં ભારતનો સમાવેશ કર્યો હતો.
રાજ્યસભાને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું, "હું આપણા બંધારણ નિર્માતાઓનો આભાર માનું છું કે તેમણે કલમ 370 ને અસ્થાયી બનાવી અને તે જ કલમમાં તેને દૂર કરવાનો ઉકેલ આપ્યો. જોકે, વોટ બેંકની રાજનીતિએ તેને સુરક્ષિત રાખ્યું પરંતુ 5 ઓગસ્ટ 2019 ના રોજ, પીએમ મોદીએ તેને દૂર કરવાનું ઐતિહાસિક પગલું ભર્યું, જેનાથી કાશ્મીરના બાકીના ભારત સાથે એકીકરણના નવા યુગની શરૂઆત થઈ."કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે લગભગ દરરોજ પડોશી દેશમાંથી આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસીને બોમ્બ વિસ્ફોટ કરતા હતા. એક પણ તહેવાર એવો નહોતો જે ચિંતા વગર ઉજવાતો હોય, પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારનું વલણ ઢીલુ હતું, બોલવામાં ડર હતો, લોકો ચૂપ રહ્યા, વોટ બેંકનો ડર હતો. પીએમ મોદીના આગમન પછી, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી.
અમિત શાહે કહ્યું કે આ ત્રણ સમસ્યાઓ છે - જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર પૂર્વમાં ઉગ્રવાદ. આ સમસ્યાઓના કારણે, ચાર દાયકામાં દેશના લગભગ 92 હજાર નાગરિકો માર્યા ગયા. આમ છતાં આ સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવા માટે ક્યારેય સુનિયોજિત પ્રયાસો કરવામાં આવ્યા ન હતા.નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી અથાગ પ્રયાસો હાથ ઘરવામાં આવ્યાગૃહને સંબોધન કરતી વખતે, કેન્દ્રીય ગૃહમંત્રીએ સૌ પ્રથમ રાજ્ય પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના હજારો શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી, જેમણે દેશની આંતરિક સુરક્ષા માટે અને સ્વતંત્રતા પછી દેશની સરહદોને સુરક્ષિત રાખવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું.
તેમણે કહ્યું કે તેમના બલિદાનને કારણે જ દેશ આઝાદીના 76 વર્ષ પછી વિશ્વમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. હું શહીદોના પરિવારજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ દેશ, આ ગૃહ તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલશે નહીં.અમિત શાહે કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ ભારતીય યુવાનોનો આતંકવાદીઓ સાથેનો સંબંધ લગભગ સમાપ્ત થઈ ગયો છે. ૧૦ વર્ષ પહેલાં આતંકવાદીઓનો મહિમા કરવો સામાન્ય હતો અને તેમની અંતિમયાત્રા કાઢવામાં આવતી હતી, પરંતુ હવે જ્યારે આતંકવાદીઓ માર્યા જાય છે, ત્યારે તેમને ત્યાં જ દફનાવવામાં આવે છે. એક સમયે સરકારી સુવિધાઓનો આનંદ માણતા આતંકવાદીઓના સંબંધીઓને સરકારી હોદ્દા પરથી નિર્દયતાથી દૂર કરવામાં આવ્યા છે જેથી એક મજબૂત સંદેશ આપી શકાય.