For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજસ્થાન બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપ્યા

06:17 PM Nov 06, 2025 IST | Vinayak Barot
રાજસ્થાન બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપ્યા
Advertisement
  • જોધપુર વડી અદાલતે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: હાઇકોર્ટ,
  • આસારામ હ્રદય સંબંધિત બિમારીથી પીડિત હોવાની દલીલ,
  • ગુજરાત હાઈકોર્ટે અગાઉ આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા,

અમદાવાદઃ  સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાનની હાઈકોર્ટે 6 મહિના માટે જામીન આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિના માટે જામીન મંજુર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે. અને સારવાર મેળવવાનો હક્ક છે.જો 06 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે

Advertisement

કોર્ટે કહ્યું આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. આ કેસમાં સરકાર પક્ષે રજૂઆત કરી કે, જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જ્યારે પીડિતાના વકીલ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યા છે,  કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. ​​​​​​સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે. તેથી હંગામી જામીન આપવાની જરૂર નથી.

આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા. હાઇકોર્ટે 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement