હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દિવાળી પછી દિલ્હી-NCRની હવા ઝેરી બની, રાજધાની ‘ગેસ ચેમ્બર’માં ફેરવાઈ

11:16 AM Oct 21, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી: દિવાળી બાદ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચોંકાવનારી રીતે ખરાબ થઈ ગઈ છે. આખું શહેર ધુમ્મસ છવાઈ છે. આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

Advertisement

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 531 સુધી પહોંચી ગયો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. શહેરના 38 મોનીટરીંગ સ્ટેશનોમાંથી 34એ હવાના પ્રદૂષણને ‘રેડ ઝોન’માં નોંધ્યું છે.

નરેલા: 551 (સૌથી વધુ)

Advertisement

અશોક વિહાર: 493

આનંદ વિહાર: 394

આર.કે. પુરમ: 368

અક્ષરધામ: 358

ઇન્ડિયા ગેટ: 342

જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ: 317

આઈટીઓ: 259

નોઇડા: 369

ગાજિયાબાદ: 402

આ બધા આંકડા ‘ખૂબ ખરાબ’થી ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.

CPCBના જણાવ્યા મુજબ, દિલ્હી-એનસીઆરની હવા માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી બની ગઈ છે. લોકોમાં આંખોમાં બળતરા, ઉધરસ અને શ્વાસની તકલીફ વધતી જઈ રહી છે.

વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો બીજો તબક્કો (GRAP-2) અમલમાં મૂક્યો છે. આ હેઠળ નિર્માણ કાર્યો પર નિયંત્રણ, કચરો સળગાવવાની મનાઈ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિલ્હી હાલમાં ખરેખર એક "ગેસ ચેમ્બર" જેવી સ્થિતિમાં છે, નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

Advertisement
Advertisement
Next Article