સિનેમાગૃહો બાદ હવે ઓટીટી પણ ધૂમ મચાવી રહી છે પુષ્પા-2 ફિલ્મ
ઓટીટી પર રિલીઝ થયાના બાદ અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' અહીં પણ પોતાનો જાદુ બતાવી રહી છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી રહી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી, પુષ્પાએ હવે OTT પર પણ રાજ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ પશ્ચિમી દર્શકો પર ભારે અસર કરી રહી છે.
'પુષ્પા 2' એ OTT પર રિલીઝ થયાના ચાર દિવસ પછી જ પશ્ચિમી દર્શકો પર ઊંડી અસર કરી છે. આ ફિલ્મ સાત દેશોમાં પ્રથમ ક્રમે પહોંચી છે. 'પુષ્પા 2: ધ રૂલ રીલોડેડ વર્ઝન' એ બીજા સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, ચાર દિવસમાં વૈશ્વિક નોન-અંગ્રેજી શ્રેણીમાં 5.8 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે.
અલ્લુ અર્જુનની ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. અહેવાલ મુજબ, ફિલ્મે ભારતમાં કુલ 1233.8 કરોડ રૂપિયા અને વૈશ્વિક સ્તરે 1741.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'પુષ્પા 2' એ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેણે દક્ષિણ સહિત ઘણી ભારતીય ફિલ્મોના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવ્યા છે.
અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં અભિનીત આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અલ્લુ અર્જુનની પત્નીની ભૂમિકા ભજવી રહી છે જ્યારે ફહાદ ફાસિલ નકારાત્મક ભૂમિકામાં ભયાનક અભિનય કરે છે. અન્ય કલાકારોમાં જગપતિ બાબુ, રાવ રમેશ, અનસૂયા ભારદ્વાજ, સુનીલ અને અન્યનો સમાવેશ થાય છે.