પેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ ઘરેલું નુસખો, આ પીણુ આરોગ્ય માટે પણ ફાયદાકારક
આજના સમયમાં મોટાભાગના લોકો પેટની વધતી ચરબીથી પરેશાન છે. ઘણા લોકો સફરજનની છાલ, ગ્રીન ટી અથવા લીંબુ પાણી જેવા લોકપ્રિય નુસખા અજમાવતા હોય છે, છતાં પણ ખાસ ફરક દેખાતો નથી. પરંતુ હવે એક ઘરેલું મિશ્રણ સોશિયલ મીડિયા અને હેલ્થ સર્કલમાં ચર્ચાનું કારણ બન્યું છે, જે પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આ મિશ્રણ ધાણા, મેથી, વરિયાળી, તજ અને આદુ જેવી રસોઈમાં ઉપલબ્ધ વસ્તુઓથી સરળતાથી તૈયાર કરી શકાય છે. આ ડ્રીંક માત્ર ચરબી ઘટાડવામાં જ નહીં પરંતુ પેટનું ફૂલવું ઘટાડે છે, ઊંઘમાં સુધારો કરે છે અને બ્લડ શુગરને પણ કન્ટ્રોલમાં રાખે છે.
- મિશ્રણના ફાયદા
ધાણા: લીવરને ડિટોક્સિફાય કરે છે અને શરીરની બળતરા ઓછી કરે છે.
મેથી: બ્લડ શુગર અને ભૂખ બંનેને નિયંત્રિત રાખે છે, સાથે ઇન્સ્યુલિન રેસિસ્ટેંસ સુધારે છે.
વરિયાળી: પાચનમાં સુધારો લાવે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે.
તજ: ઇન્સ્યુલિન સેંસિટિવિટી વધારે છે અને બ્લડ શુગરને કાબૂમાં રાખે છે.
આદુ: મેટાબોલિઝમ વધારે છે, જેના કારણે શરીર વધુ કેલરી બર્ન કરે છે.
- બનાવવાની રીત
એક ચમચી ધાણા અને મેથીને દોઢ કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે અથવા સાંજે તે પાણીમાં અડધી ચમચી વરિયાળી, અડધો ઇંચ તજનો ટુકડો અને થોડું છીણેલું આદુ ઉમેરો. આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ઉકાળી લો અને પછી ગાળી લો. આ પીણું રાત્રિભોજન બાદ એક કલાકે પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે આ મિશ્રણ નિયમિત રીતે પીવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે, ચરબી ઘટાડવામાં મદદ મળે છે અને આખું શરીર તંદુરસ્ત રહે છે.