આજના ઝડપી જીવનમાં તણાવથી મુક્તિ માટે અપનાવો આ 7 અસરકારક ટીપ્સ
આજના ઝડપી જીવનમાં તણાવ (Stress) આપણા દૈનિક જીવનનો હિસ્સો બની ગયો છે. ઘણીવાર પરિસ્થિતિ એવી થાય છે કે મન થાય છે જાણે મગજના બધા ફ્યુઝ ઉડી ગયા હોય. આવી સ્થિતિમાં દવા કે માત્ર આરામ નહીં, પરંતુ સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને પણ મનને શાંત રાખી શકાય છે.
યુનિવર્સિટી ઑફ યુટાની મનોવિજ્ઞાન પ્રોફેસર ડૉ. રેચલ હોપમેનના અભ્યાસ મુજબ, કુદરતી પરિસરમાં સમય વિતાવવાથી તણાવમાં ઘટાડો થાય છે અને માનસિક સંતુલન જળવાય છે. તેઓએ આપેલો “20-5-3 નિયમ” ખૂબ જ લોકપ્રિય છે.
* અઠવાડિયામાં ત્રણ વખત 20 મિનિટ કુદરતમાં વિતાવો
* મહિને એક વખત 5 કલાક કુદરતના સાથમાં રહો
* અને વર્ષે ત્રણ દિવસ સંપૂર્ણપણે કુદરતી પરિસરમાં વિતાવો
આ રીતે મગજને આરામ મળે છે અને માનસિક તણાવ ઓછો થાય છે.
- તણાવ ઘટાડવા માટે 7 અસરદાર ટીપ્સ
ઊંડી અને ધીમી શ્વાસ લોઃ શરીરમાં ઑક્સિજનની માત્રા વધે છે અને તરત જ મનને શાંતિ મળે છે.
કુદરતી વાતાવરણમાં સમય વિતાવોઃ જંગલ, બગીચો કે નદીકાંઠે થોડો સમય પસાર કરો. તેનાથી મૂડ હળવો થાય છે.
માઇન્ડફુલનેસનો અભ્યાસ કરોઃ વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મન શાંત રહે છે અને તણાવ ઘટે છે.
સકારાત્મક વિચાર અપનાવોઃ જાત સાથે સકારાત્મક વાત કરો અને સારા વિચારો રાખો. તેનાથી માનસિક શક્તિ વધે છે.
નિયમિત વ્યાયામ કરોઃ દોડવું, યોગા કે હળવો વ્યાયામ શરીરમાં *એન્ડોર્ફિન્સ* વધારે છે, જે સ્વાભાવિક રીતે તણાવ ઘટાડે છે.
સારી ઊંઘ લોઃ પૂરતી ઊંઘ લેવાથી શરીર અને મગજને આરામ મળે છે અને તાજગી અનુભવાય છે.
વાતચીત કરોઃ પરિવાર, મિત્રો અથવા નિષ્ણાત સાથે વાત કરવાથી મન હળવું થાય છે અને તણાવમાં રાહત મળે છે.
તણાવ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે. ઉપર દર્શાવેલ ઉપાયો અપનાવીને મનને શાંત રાખી શકાય છે. જો તણાવ સતત રહે કે વધી જાય, તો માનસિક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી સૌથી સુરક્ષિત અને અસરકારક માર્ગ છે.