ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાની ઈજનેરી કોલેજમાં 15મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ મળશે
- ઈજનેરીની વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રક્રિયામાં વધારો કરાયો,
- ઈજનેરી કોલેજોમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ 15મી સપ્ટેમ્બરથી કરાશે,
- વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવી શકશે.
અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામ બાદ ડિપ્લોમા ઈજનેરી તેમજ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 14 ઑગસ્ટ હતી. પરંતુ એઆઈસીસી દ્વારા હવે પ્રવેશ માટેની મુદત વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તેમજ ઈજનેરી કોલેજોમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ 15મી સપ્ટેમ્બરથી કરાશે. વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવી શકશે.
એઆઈસીટીઈએ દેશની ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કૉલેજોના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. તે પ્રમાણે ઈજનેરી સહિતના કોર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 14 ઑગસ્ટ હતી. આ મુદત વધારીને 15 સપ્ટેમ્બર કરી છે. આ સાથે પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ 15મી સપ્ટેમ્બરથી કરાશે. વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવી શકશે.જ્યારે પીજીડીએમ કોર્સમાં પ્રવેશ રદ કરવાની અંતિમ તારીખ 21મી ઓગષ્ટ નક્કી કરવામાં આવી છે.તે પછીથી કોલેજો ખાલી બેઠકો પર નવા પ્રવેશ આપી શકશે જ્યારે કોલેજો 31મી ઓગષ્ટ સુધી નવો પ્રવેશ આપી શકશે.
એઆઈસીટીઈના આ નિર્ણયના પગલે ગુજરાત સહિત દેશભરમાં આવેલી સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા અને ડીગ્રી ઈજનેરી કોલજોમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને હજી પણ પ્રવેશ માટેની તક રહેશે. ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ રદ કરવાની અંતિમ તારીખ 11મી સપ્ટેમ્બર નિયત કરવામાં આવી છે. અને ખાલી બેઠકો પર પ્રવેશ આપવાની અંતિમ તારીખ 15મી સપ્ટેમ્બર રહેશે, ડિગ્રી -ડિપ્લોમા ઈજનેરી કોલેજોનું પ્રથમ સત્રનો પ્રારંભ 15મી સપ્ટેમ્બરથી થશે.