હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિ કર્મયોગી અભિયાન, એક દિવસીય વર્કશોપ યોજાયો

03:12 PM Aug 24, 2025 IST | Vinayak Barot
Advertisement

ગાંધીનગરઃ આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ "ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે." જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે. આ અભિયાન વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી નેતૃત્વનું પરિણામ છે.

Advertisement

આદિજાતિ વિકાસ નિયામક  આશિષકુમારની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે એક દિવસીય આદિ કર્મયોગી - રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ-વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધી લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓને આદિક કર્મયોગી રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંગે સંવેદનશીલ બનાવવા અને આ કાર્યક્રમ પ્રત્યે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના 70થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાન આદિવાસી નાગરિકોને વિકાસના સક્રિય સહ-નિર્માતાઓમાં રૂપાંતરિત કરવાના છે. આ અભિયાન આદિવાસી શાણપણ અને આકાંક્ષાઓમાં મૂળભૂત પ્રણાલીઓ અને લોક કેન્દ્રિત શાસન વ્યવસ્થાઓને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરે છે. આ અંતર્ગત સેવાઓનું સાર્વત્રિક એક્સેસ, પ્રતિભાવશીલ સંસ્થાઓ, સશક્ત સમુદાયો અને સહભાગી આયોજનો દ્વારા વિકાસશીલ પરિણામોને પ્રાથમિકતા આપે છે. જેમાં ટકાઉપણું, જવાબદારી, છેલ્લા માઈલ ડિલિવરીને સુનિશ્ચિત કરવા માટે ગ્રામ્ય સ્તરના સંસ્થાકીય પદ્ધતિઓ સાથે ક્ષમતા નિર્માણને એકીકૃત કરે છે.

Advertisement

PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકલિત છે. તેનો હેતુ દેશભરમાં 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. આ અભિયાનમાં 01 લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, 3.000 આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા 15 જિલ્લાઓ, 94 તાલુકાઓ અને 4245 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવશે. આ મિશન બહુ વિભાગીય સંકલનને પ્રેરિત કરે છે, સહભાગી શાસનને વધુ ગાઢ બનાવે છે અને નીચેથી ઉપર, લોકો દ્વારા સંચાલિત શાસન પ્રણાલી દ્વારા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃ નિર્માણ કરે છે.

આ કાર્યક્રમમાં નિયામક આશિષકુમારે આદિ કર્મયોગીનું મિશન, વિઝન, હેતુઓ, રાષ્ટ્રીય મિશન સાથે સંકલન, ચેન્જ લીડર, વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન વગેરે મુદ્દા ઉપર સવિસ્તાર સમજ આપી હતી. આ ઉપરાંત ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગ્રામીણ કક્ષા સુધી કેવી રીતે આદિ કર્મયોગી અભિયાન લઈ જવાનું છે અને 20 લાખ ચેન્જ લીડર તૈયાર કરવા અંગે વાત કરી હતી.

Advertisement
Tags :
Aajna SamacharAdi Karmayogi AbhiyanBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesOne-day WorkshopPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article