For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અદાણી વિદ્યામંદિરના વિવેકે ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ સાથે અનોખી સિદ્ધી મેળવી

03:14 PM Jul 05, 2025 IST | revoi editor
અદાણી વિદ્યામંદિરના વિવેકે ઓક્સફર્ડ યુનિ માં પ્રવેશ સાથે અનોખી સિદ્ધી મેળવી
Advertisement

અદાણી વિદ્યામંદિરના મેઘાવી છાત્ર વિવેકે વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ મેળવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે. વિવેકને જૈવવિવિધતા, સંરક્ષણ અને નેચર રિકવરીમાં MSc કોર્સ માટે પ્રવેશપત્ર મળ્યો છે. તેને વેઇડનફેલ્ડ-હોફમેન સ્કોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધી પરિવર્તનને સમર્થન આપતા આ સ્પર્ધાત્મક કાર્યક્રમને સંપૂર્ણ ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું છે.

Advertisement

2009 માં વિવેક ચોવટિયા નામનો એક શરમાળ વિદ્યાર્થી અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) માં પ્રવેશ્યો ત્યારે તેને સપનેય ખ્યાલ ન હતો કે એક દિવસ તે ઓક્સફર્ડમાં અભ્યાસ કરશે. એક સુરક્ષા ગાર્ડના પુત્ર તરીકે નમ્ર શરૂઆત કરતાં તેણે ઉંચા સપનાઓ જોયા હતા. તે સ્થિતિસ્થાપકતા, નિશ્ચય અને શિક્ષણની પરિવર્તનશીલ શક્તિનું ઉમદા ઉદાહરણ છે.

વિવેકે AVMAના વર્ગખંડોમાં ભણતર સાથે જીવન ઘડતરના પાઠ શીખ્યા. સમર્પિત શિક્ષકોનું માર્ગદર્શન અને ગુરૂકુલ સમા વાતાવરણમાં તેણે પ્રખરતા સાબિત કરી. 2019 માં 12મા ધોરણના PCB પ્રવાહમાં 85% માર્ક્સ મેળવી તેણે અસાધારણ સફર માટેનો માર્ગ મોકળો કર્યો. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીમાં B.Sc. (Hons.) વિવેકને વાઇસ ચાન્સેલરનો ગોલ્ડ મેડલ મળ્યો.

Advertisement

વર્ગખંડ ઉપરાંત તેણે NCC નેવી કેડેટ કેપ્ટન તરીકે નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ હૈદરાબાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ બાયોડાયવર્સિટી (ICFRE) ખાતે ઇન્ટર્ન તરીકે કેમ્પસ પ્લેસમેન્ટને દરકિનાર કરી વિવેકે છેલ્લા આઠ મહિનાથી ગુજરાત વન વિભાગ સાથે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જૈવવિવિધતા સંશોધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

વિવેકની શૈક્ષણિક યાત્રાને ચાર ચાંદ ત્યારે લાગ્યા જ્યારે તેને ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી જૈવવિવિધતા, સંરક્ષણ અને નેચર રિકવરીમાં એમએસસી માટે પ્રવેશ મળ્યો. વિવેક આ સફળતાનો સઘળો શ્રેય AVMA ને આપે છે. વિવેક જણાવે છે કે "અદાણી વિદ્યામંદિરમાં મજબૂત શૈક્ષણિક પાયા, મૂલ્યો અને પ્રોત્સાહને મારી યાત્રાને નવો આકાર આપ્યો, ગુરુજનોએ મારી જિજ્ઞાસા સંતોષી ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવાની અલખ જગાવી."

અમદાવાદની સાધારણ ગલીઓથી લઈને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની આ સફળ વાર્તા એ સાબિત કરે છે કે વિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને સમર્પિત મહેનત સામે કોઈ પણ સ્વપ્ન અશક્ય નથી.

Advertisement
Tags :
Advertisement