હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

04:20 PM Jul 24, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ :અદાણી યુનિવર્સિટીએ ગત તા..૨૧ જુલાઇના સોમવારે તેના શૈક્ષણિક ઇન્ડક્શન પ્રોગ્રામ, નવદિક્ષા 2025 ખુલ્લો મૂક્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય સંકલિત બી.ટેક એમબીએએમ ટેક પ્રોગ્રામ્સમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ નવા સમૂહને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ચાવીરુપ સંબોધનમાં પ્રોગ્રામ્સના મુખ્ય પાસાઓ અને વ્યૂહાત્મક દ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડી, આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા ટકાઉપણું અને રાષ્ટ્ર-નિર્માણની દીશામાં આકાર પામી રહેલા નવા ઔદ્યોગિક યુગ માટે ભારતના યુવાનોને સજ્જ કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.

Advertisement

સરકારની રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020ને અનુસરી રચાયેલ સંકલિત અભ્યાસ કાર્યક્રમો ગહન વૈજ્ઞાનિક કુશળતા, બહુવિધ શિસ્તસભર શિક્ષણ અને તકનીકી, ઉર્જા તથા માળખાગત સુવિધાઓમાં વાસ્તવિક-વિશ્વ કાર્યક્રમોમાં નેતૃત્વ કરવાની અદાણી યુનિવર્સિટીની નીતિને પ્રતિબિંબિત કરે છે. દિનભરના ઉદ્ઘાટકીય કાર્યક્રમ થકી પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. રામ ચરણ અને અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસરશ્રી સુદિપ્ ભટ્ટાચાર્ય સહિતના વૈશ્વિક વિચારશીલ નેતાઓ એક સાથે એકત્ર થયા હતા. જે દેશના વિકાસલક્ષી મિશનમાં સંસ્થાના વૈશ્વિક દૃષ્ટિકોણ અને મૂળિયાને મજબુત બનાવવાનો હેતુ દર્શાવે છે.

અદાણી યુનિવર્સિટીની વિજ્ઞાન ફેકલ્ટીના વડા પ્રોફેસર સુનિલ ઝાએ આ સમારોહને ખુલ્લો મૂકતા "ફિઝીકલ એઆઈ" ના યુગમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વધતા મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. બેઇજિંગની એનબીડીએસના સીઈઓ જેન્સેન વોંગની વૈશ્વિક સલાહને ટાંકીને, પ્રો.ઝાએ જે રીતે એઆઈ રોબોટિક્સ અને ઓટોમેશન સાથે સંકલન કરી, શારીરિક કાયદાઓ ગ્રહણ કરી સફળતાને વ્યાખ્યાયિત કરશે. તે રીતે વિદ્યાર્થીઓને કોડિંગથી આગળ જોવા અને વાસ્તવિક દુનિયાના મિકેનિક્સને સમજવા  વિનંતી કરી હતી.

Advertisement

ડો. રામ ચરણે સમગ્ર ખંડોમાં છ દાયકાના પોતાના અનુભવને સરળ ભાષામાં પણ ઉંડાઇથી  પ્રતિબિંબિત કર્યો હતો.   ઈશ્વરે તમને આપેલી પ્રતિભા શોધીને પ્રતિબદ્ધતા સાથે અનુસરવા  અને ક્યારેય શીખવાનું બંધ ન કરવા તેમણે શીખ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને દરરોજ પ્રતિબિંબ જોવા, પોતાની  જાતને સતત પ્રશ્નો પૂછવા અને હેતુ અને મોજ માટે શોધના મેદાન તરીકે યુનિવર્સિટીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ડો. રવિ પી સિંહે તેમના સંબોધનમાં ભારતના વિદ્યાર્થીઓને આવકારતા ભારપૂર્વક જણાવ્યું હતું કે કોમ્પ્યુટર સાયન્સથી લઇ એનર્જી એન્જીનિયરીંગ સુધીના શૈક્ષણિક અભ્યાસક્રમો તેમને વાસ્તવિક-વિશ્વના પ્રભાવ માટે સજ્જ કરે છે. તેમણે કહ્યું હતું કે જો તમારું લક્ષ્ય એઆઈ, ટકાઉપણું અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો તમે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને છો.  અન્યોના આંધળા અનુસરણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય તરીકે જોવાની જગ્યાએ ભણતરને જીવનમાં પોતાની હરોળનું નિર્માણ કરવા માટે તેમણે વિદ્યાર્થીઓને પડકાર જીલી લેવા આહવાન કર્યું હતું.

શ્રી સુદીપ્તા ભટ્ટાચાર્યએ ભવિષ્યનો આકર્ષક રોડમેપ રજૂ કર્યો. તેમણે માનવની સમજણ શક્તિને પડકારવા માટે પ્રથમ ઇન્ડસ્ટ્રીઅલ શિફટ તરીકે એઆઈની ક્રાંતિને ગણાવીને વિદ્યાર્થીઓને સપષ્ટ, જીજ્ઞાસાયુકત નૂતન બનવા વિનંતી કરી હતી. "હવે મશીનો વિચારી શકે છે. પરંતુ ફક્ત મનુષ્ય જ માને છે, સહયોગ કરી શકે છે અને હેતુ સાથે સર્જન કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ટેક્નોલજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભાવિ વ્યાવસાયિકો માટે  અદાણી સમૂહના હાલ 90 અબજ ડોલરના રોકાણનો ઉલ્લેખ કરી તેને એક વિશાળ તક તરીકે ગણાવી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article