હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

05:08 PM Jun 25, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ, ૨૫ જૂન ૨૦૨૫: અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) અને રિલાયન્સ BP મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ Jio-bp એ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા  માટેના કરાર કર્યાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bp ના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે ATGL ના CNG વિતરણ એકમોને અદાણી ટોટાલ ગેસના અધિકૃત ભૌગોલિક ક્ષેત્રોમાં એકીકૃત કરશે જેનાથી વાહનધારક ગ્રાહકો માટે ઉંચી ગુણવત્તાવાળા ઇંધણનો પુરવઠો વધશે.

Advertisement

અદાણી અને ટોટાલએનર્જીના સંયુક્ત સાહસ અદાણી ટોટાલ ગેસ લિ. ભારતની અગ્રણી સિટી ગેસ વિતરણ  કંપની છે, જે આવાસો, ઉદ્યોગો, વાણિજ્યિક ગ્રાહકો અને વાહનચાલકોને કુદરતી ગેસનો પૂરવઠો પૂરો પાડવાની સેવા આપે છે. અદાણી ટોટાલ ગેસ પરિવહન ક્ષેત્ર માટે કમ્પ્રેસ્ડ બાયોગેસ, EV ચાર્જિંગ અને LNG પણ પૂરો પાડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને bp વચ્ચેના સંયુક્ત સાહસ Jio-bp, ભારતમાં એક અગ્રણી મોબિલિટી સોલ્યુશન્સના પ્રદાતા છે, જે ઇંધણનું છૂટક વેચાણ તેમજ ઓછી માત્રામાં કાર્બન ઓકતા વિકલ્પો  ઉપલબ્ધ કરાવવા સાથે આધુનિક સુવિધાયુકત સ્ટોર્સમાં મજબૂત હાજરી ધરાવે છે.

આ પ્રસંગે Jio-bp ના ચેરમેન સાર્થક બેહુરિયાએ જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇંધણની શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડવા માટે એક સહિયારી દૂરંદેશી સાથે એક થયા છીએ. Jio-bp ગ્રાહકોને હંમેશા એક અસાધારણ અનુભૂતિનો અહેસાસ કરાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને ભારતને પ્રદાન કરેલા મૂલ્યમાં વધુ ઉમેરો કરવા માટે પરસ્પરની શક્તિઓનો ઉપયોગ કરવાની આ સહયોગ અમોને મોકળાશ આપે છે.

Advertisement

અદાણી ટોટાલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સી. ઇ. ઓ. સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે અમારા આઉટલેટ્સ ખાતે ઉંચી-ગુણવત્તાના ઇંધણની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવાનું આ અમારી સહિયારી દૂરદ્રષ્ટી  છે. આ ભાગીદારી અમોને એકબીજાની માળખાગત સુવિધાઓનો ફાયદો લેવા સક્ષમ બનાવવા સાથે સામાન્ય ગ્રાહકોને આ બન્નેના અનુભવ અને ઓફરિંગમાં ઉમેરો કરશે.અદાણી ટોટાલ ગેસ 650 CNG સ્ટેશનોના નેટવર્કનું સંચાલન કરે છે જ્યારે Jio-bp 2000 આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી બંને કંપનીઓની ટકાઉ વૃદ્ધિ અને નવીનતા તરફના પ્રયાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

Advertisement
Tags :
Adani total gasGeo-BPOfferingpartnershipquality fuel
Advertisement
Next Article