For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

12:15 PM Jul 08, 2025 IST | revoi editor
અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું
Advertisement

અમદાવાદ : ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવર લિ. (APL) એ રૂ. ૪,૦૦૦ કરોડના ખર્ચે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિ. (VIPL) ના સંપાદન અને રિઝોલ્યુશન પ્લાનનું અમલીકરણ સફળતાપૂર્વક આખરી કર્યું છે. વીઆઇપીએલ એ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના બુટીબોરી સ્થિત વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવરના ૨×૩૦૦ મેગાવોટની ક્ષમતાના સ્થાનિક કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે.

Advertisement

વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિ.( VIPL) નાદારી અને નાદારી કોડ (IBC) હેઠળ કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા (CIRP)માંથી પસાર થઈ રહી હતી. 18 જૂન, 2025 ના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે અદાણી પાવરના ઠરાવની યોજનાને મંજૂરી આપ્યા બાદ,તા. 7 જુલાઈ, 2025 ના રોજ આ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી હતી.

આ સંપાદન સાથે અદાણી પાવર લિ.(APL) ની ઓપરેટિંગ ક્ષમતા 18,150 MWની થશે. APL બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રકલ્પોના મિશ્રણ દ્વારા તેના બેઝ લોડ પાવર જનરેશન પોર્ટફોલિયોનું વધુ વિસ્તરણ કરી રહી છે. કંપની હાલમાં તેના મધ્યપ્રદેશના સિંગરૌલી-મહાન, છત્તીસગઢના રાયપુર, રાયગઢ અને કોરબા અને રાજસ્થાનના કવાઈ ખાતેના વર્તમાન સ્થળોએ 1,600 MW ના છ બ્રાઉનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ (USCTPP) બનાવી રહી છે, ઉપરાંત ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર ખાતે 1,600 MW ગ્રીનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ (USCTPP) પણ બનાવી રહી છે. વધુમાં  તેણે અગાઉ હસ્તગત કરેલા કોરબા ખાતેના 1,320 MW સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટનું પણ પુર્નનિર્માણ કરી રહી છે. આ સાથે 2030 સુધીમાં અદાણી પાવર લિ. 30,670 MW ની ઓપરેટિંગ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી ખાનગી બેઝ લોડ પાવર જનરેશન કંપની તરીકે તેનું સ્થાન સંગીન કરશે.

Advertisement

અદાણી પાવર લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું VIPLનું સંપાદન એ કંપનીની સંપત્તિઓના મૂલ્યને ખોલવાની વ્યૂહરચનાનું એક મુખ્ય સીમાચિહ્ન છે. જે રીતે કંપની તેના પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા તરફ સતત આગળ વધી રહી છે તે સાથે અમે વિશ્વસનીય, સસ્તો બેઝ-લોડ પાવર પહોંચાડીને ભારતમાં 'સર્વ માટે વીજળી'ની પરિકલ્પનાને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે દેશના ટકાઉ વિકાસને તાકાત આપે છે.

Advertisement
Tags :
Advertisement