અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, ઈસ્કોન પંડાલમાં ભંડારા સેવામાં ભાગ લીધો
પ્રયાગરાજઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની મહાકુંભ ગયા હતા. અહીં તેમણએ સંગમમાં પવિત્ર સ્થાન કર્યું હતું તેમજ પ્રયાગરાજમાં હનુમાનજી મંદિરમાં પુજા અર્ચના કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે પુત્ર જીત અદાણીના લગ્નની જાહેરાત કરી હતી.
મહાકુંભમાં સૌથી પ્રથમ તેઓ ઈસ્કોન વીઆઈપી શિબિર ગયા હતા. જ્યાં તેઓ પ્રસાદ બનાવતા સેવકોને મળ્યાં હતા. મહાકુંભમાં ઈસ્કોન અદાણી ગ્રુપ મળીને રોજના લાખો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરે છે. દરમિયાન આજે ગૌતમ અદાણીએ પ્રયાગરાજમાં ઈસ્કોન પંડાલમાં ભંડારા સેવામાં ભાગ લીધો હતો.
https://x.com/gautam_adani/status/1881643678508150799?t=TrP2x6TInOBBWk_uhjezEg&s=08
આ દરમિયાન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજની ધરતી ઉપર આવ્યો છે આ એક અદભૂત અનુભવ છે. મે જે અનુભવ કર્યો છે તે મે વિચાર્યુ પણ ન હતું અને તેને શબ્દોમાં કહી શકાય તેમ નથી. મા ગંગાના આર્શિવાદ લેવાથી વધારે કંઈ જ નથી.
ગૌતમ અદાણીએ મહાકુંભના આયોજન મામલે પીએમ મોદી અને સીએમ યોગીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું આટલી સુંદર વ્યવસ્થા માટે પીએમ મોદી અને સીએમ યોગીને અભિનંદન પાઠવું છું. હું વહીવટી તંત્ર, પોલીસ અને સફાઈ કર્મચારીઓને પણ અભિનંદન પાઠવું છે. આ વ્યવસાયિક સંસ્થાઓ અને કોર્પોરેટ ગૃહો માટે કેસ સ્ટડી સમાન છે.
તેમણએ દીકરાના લગ્નને લઈને જણાવ્યું હતું કે, જીતના લગ્ન 7મી ફેબ્રુઆરીના રોજ છે. અમારી પ્રવૃતિઓ સામાન્ય લોકો જેવી છે. તેમના લગ્ન ખુબ જ સાદગી અને સંપૂર્ણપણે પરંપરાગત રીતે થશે.
ઉત્તર પ્રદેશ વિશે વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું, 'ઉત્તર પ્રદેશમાં અપાર શક્યતાઓ છે, તેની વસ્તી 27 કરોડ છે. અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશ સરકારના વિકાસ કાર્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. અમે રાજ્યમાં અમારા રોકાણને મહત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.