For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં મજબૂત નાણાકીય કામગીરી સાથે અદાણી ગ્રીનના ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 39%નો વધારો

03:16 PM Oct 29, 2025 IST | revoi editor
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં મજબૂત નાણાકીય કામગીરી સાથે અદાણી ગ્રીનના ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 39 નો વધારો
Advertisement

અમદાવાદ, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યૂએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થતા સમયગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવે છે. 

Advertisement

નાણાકીય કામગીરી - નાણાકીય વર્ષ 26 ના બીજા અને ત્રીજા ક્વાર્ટર:      (રૂ. કરોડમાં)

વિગતો
Advertisement

 

ત્રિમાસિક કામગીરીઅર્ધવાર્ષિક કામગીરી
Q2 FY25Q2 FY26% changeH1 FY25H1 FY26% change
વીજ પુરવઠામાંથી આવક
2,3082,77620%4,8366,08826%
વીજ પુરવઠામાંથી EBITDA 1      
વીજ પુરવઠામાંથી EBITDA (%)2,1432,54319%4,5185,65125%
 91.7%90.5%92.2%91.8%
      
રોકડ નફો 21,2521,3498%2,6463,09417%
  •  મજબૂત આવક, EBITDA અને રોકડ નફામાં વૃદ્ધિ મુખ્યત્વે 5 GW ના મજબૂત ગ્રીનફિલ્ડ ક્ષમતા વધારો, અદ્યતન RE તકનીકોનો ઉપયોગ, મજબૂત પ્લાન્ટ કામગીરી તેમજ ખાવડા, ગુજરાત અને રાજસ્થાનમાં સંસાધન સમૃદ્ધ સ્થળોએ નવી ક્ષમતાઓના કમિશનિંગ થકી પ્રાપ્ત થયો છે.. 

અદાણી ગ્રીન એનર્જીના સીઈઓ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, “FY26 ના પહેલા છ મહિનામાં 2.4 GW RE ક્ષમતા ઉમેર્યા બાદ અમે FY26 માં 5 GW ક્ષમતા વધારો થતા અમે 2030 સુધીમાં 50 GW ની લક્ષ્યાંકિત ક્ષમતા સુધી પહોંચવાના માર્ગે છીએ. અમારી ટીમના અવિરત પ્રયાસોથી અમે ગુજરાતના ખાવડામાં 30 GW RE પ્લાન્ટના અમારા સૌથી મોટા વિકાસકાર્યમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ. સપ્ટેમ્બર 2025 માં પૂરા થતા અડધા વર્ષ માટે અમારી કાર્યકારી ક્ષમતા 16.7 GW છે, જે ભારતમાં સૌથી વધુ છે. અમે 19.6 અબજ યુનિટ સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કર્યું છે - જે આખા વર્ષ માટે ક્રોએશિયા જેવા દેશને સપ્લાય કરવા માટે પૂરતું છે. અમે સતત નવીન નવીનીકરણીય તકનીકો અપનાવી રહ્યા છીએ અને પ્રોજેક્ટ અમલીકરણ અને સલામતી વધારવા અમારા વ્યવસાયના વધુ પાસાઓને ડિજિટલાઇઝ કરી રહ્યા છીએ. અમારી ESG પહેલોની માન્યતા ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તે ભારતના ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં ક્ષમતા વધારો અને ઓપરેશનલ કામગીરી: -

  • પ્રોજેક્ટ વિકાસ શ્રેષ્ઠતા: AGEL એ અદ્યતન સંસાધન આયોજન, એન્જિનિયરિંગ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ દ્વારા ગ્રીનફિલ્ડ ક્ષમતાઓનો સતત વિસ્તાર કર્યો છે, જેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અમલીકરણ અને અમારા ભાગીદાર અદાણી ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડ (AIIL) તરફથી ખાતરી આપવામાં આવી છે.
  • કાર્યકારી ક્ષમતા: વાર્ષિક ધોરણે 49% સુધી મજબૂત રીતે વિસ્તૃત કરીને 7 GW, જે અમને 50 GW નું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો મોકળો માર્ગ આપી રહ્યું છે.

AGEL એ નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં 2,437 MW ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી, જે સમગ્ર નાણાકીય વર્ષ 25 ની 74% છે. છેલ્લા એક વર્ષમાં ગ્રીનફિલ્ડ વૃદ્ધિ 5,496 MW હતી જેમાં 4,200 MW સૌર ક્ષમતા (ગુજરાતના ખાવડામાં 2,900 MW, રાજસ્થાનમાં 1,050 MW અને આંધ્રપ્રદેશમાં 250 MW); ખાવડામાં 491 MW પવન ક્ષમતા અને ખાવડામાં 805 MW સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.

  • ઊર્જા વેચાણ: મજબૂત ક્ષમતા વધારો અને ઓપરેશનલ કામગીરીને કારણે વાર્ષિક ધોરણે 39% નો વધારો થયો.
  • ઓપરેશનલ એક્સેલન્સ: AGEL ના ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (O&M) અમારા O&M ભાગીદારો અદાણી ઇન્ફ્રા મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (AIMSL) ના સહયોગથી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિસ્તૃત, અત્યાધુનિક ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરે છે.
  • પ્રતિબદ્ધતાઓ કરતાં વધુ: AGEL એ સતત વીજ ખરીદી કરારો (PPA) હેઠળ કુલ વાર્ષિક પ્રતિબદ્ધતા કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરી છે. નાણાકીય વર્ષ 26 ના પહેલા છ મહિનામાં AGEL નું PPA આધારિત વીજળી ઉત્પાદન વાર્ષિક પ્રતિબદ્ધતાના 57% હતું.
  • O & M કાર્યક્ષમતા: AGEL નું O&M અદ્યતન ટેકનોલોજી સંચાલિત છે. તેનું એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર દેશભરમાં રિન્યૂએબલ પ્લાન્ટ્સના રિયલ ટાઈમ મોનીટરીંગ સક્ષમ બનાવે છે. તેનાથી વીજ ઉત્પાદન વધ્યું છે. એટલું જ નહીં O&M ખર્ચમાં ઘટાડો થતા ઉદ્યોગ-અગ્રણી EBITDA માર્જિન 92% થયું છે. તાજેતરમાં AGEL ને ખાવડામાં પ્રોજેક્ટ માટે Mercom Renewables Summit 2025 માં MNRE તરફથી 'શ્રેષ્ઠ વિન્ડ પ્રોજેક્ટ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. 

ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટનો વિકાસ:

  • વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ: AGEL ગુજરાતના ખાવડામાં 30 GW ના વિશાળ રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટના વિકાસમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ 538 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે, જે પેરિસ શહેર કરતા લગભગ 5 ગણો મોટો છે. આ પ્રોજેક્ટ અલ્ટ્રા-લાર્જ-સ્કેલ રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટના વિકાસ માટે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
  • ઝડપી અમલીકરણ: હવે ખાવડામાં ઓપરેશનલ પોર્ટફોલિયો 1 GW 3 સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ક્ષમતા પર છે. મજબૂત માનવ સંસાધન, લોકલ સપ્લાય ચેઇન અને રોબોટિક સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલેશન જેવી અદ્યતન તકનીકો સાથે AGEL 2029 સુધીમાં ખાવડામાં 30 GW RE ક્ષમતા પ્રાપ્ત કરવાના માર્ગે છે. તે આટલા મોટા પાયે અમલીકરણની ગતિ માટે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
  • સૌથી અદ્યતન નવીનીકરણીય ટેકનોલોજીનો ઉપયોગ: આ પ્લાન્ટ મહત્તમ વીજળી ઉત્પાદન માટે સૌથી અદ્યતન બાયફેશિયલ સોલાર મોડ્યુલ્સ અને ટ્રેકર્સનો ઉપયોગ કરે છે. તે ભારતનું સૌથી મોટું 2 મેગાવોટ વિન્ડ ટર્બાઇન પણ ઉપયોગ કરે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇનમાંનું એક છે. સમગ્ર પ્લાન્ટમાં રોબોટિક સફાઈના ઉપયોગ પાણીનો લગભગ શૂન્ય વપરાશ અને વીજળી ઉત્પાદનમાં વધારો કરે છે. 

ESG નેતૃત્વ:

  • ESG પ્રતિબદ્ધતા માટે સતત સન્માન:
  • સસ્ટેનાલિટીક્સ દ્વારા તાજેતરના ESG મૂલ્યાંકનમાં AGEL હવે ભારતમાં પ્રથમ અને RE ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે 7મું સ્થાન ધરાવે છે.
  • AGEL ને ET એનર્જી લીડરશીપ એવોર્ડ્સ 2025 માં 'એનર્જી ટ્રાન્ઝિશન કંપની' અને 'એનર્જી કંપની ઓફ યર - રિન્યુએબલ્સ' તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement