અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો જાહેર
અમદાવાદ, 0૪ નવેમ્બર, ૨૦૨૫: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ પરિણામો અંગે જણાવ્યું હતું કે .આ સમય દરમિયાન AELએ મોટા પાયે વિવિધ પ્રકલ્પોના સમયસર અમલીકરણની તેની મુખ્ય શક્તિને ઉજાગર કરી છે. ગ્રીનફિલ્ડ નવી મુંબઈ એરપોર્ટને ખુલ્લું મૂકવા અને તેના 7મા માર્ગનાપ્રકલ્પનું સંપ્પન થવું એ કંપનીના સ્કેલ અને અમલીકરણ પરના મૂળભૂત લક્ષ્યની પ્રતિતી કરાવે છે. દરેક આ નવા સીમાચિહ્નો અમારા વૈવિધ્યસભર મોડેલને પ્રચંડ તાકાતવાન બનાવે છે આંતર રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં મહત્વની માળખાકીય સુવિધાઓ પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે. તેમણે કહ્યું હતું કે ઉભરતા મુખ્ય માળખાકીય વ્યવસાયોએ વાર્ષિક ધોરણે 5% ના વધારા સાથે રૂ.5,470 કરોડનો અર્ધવાર્ષિક EBITDA નોંધાવ્યો છે અને હવે તે કુલ EBITDAમાં 71% ફાળો આપે છે. "શિસ્તબદ્ધ અમલીકરણ અને વ્યૂહાત્મક વૈવિધ્યકરણ સાથે અદાણી એન્ટરપ્રાઇઝ લિ. ભારતની પરિવર્તનશીલ માળખાગત સવલતો અને ઊર્જા વ્યવસાયોના અગ્રણી ઇન્ક્યુબેટર તરીકે તેની સ્થિતિ અવિરત મજબૂત કરવાના માર્ગે આગળ વધી રહી છે. શ્રી ગૌતમ અદાણીએ ઉમેર્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન એ ભારતની માળખાગત સુવિધાની સાફલ્ય ગાથામાં એક નિર્ણાયક ક્ષણ બનવા સાથે રાષ્ટ્રની વિકાસ પ્રવૃત્તિના ઉત્પ્રેરક તરીકે AELની ભૂમિકાને શક્તિશાળી બનાવે છે. એરપોર્ટ, ડેટા સેન્ટર અને રસ્તાઓના નિર્માણના ક્ષેત્રમાં અમારી મજબૂત ભૂમિકા અમારા મુખ્ય માળખાગત પોર્ટફોલિયોની ગતિને રેખાંકિત કરે છે. ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર માટે Google સાથેની ભાગીદારી અને અમારી ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમમાં ઝડપી પ્રગતિ સાથે AEL ભારતના ટકાઉ, ટેકનોલોજી-સંચાલિત ભવિષ્ય તરફના સંક્રમણને વેગ આપી રહી છે. અમારા હિસ્સેદારો માટે કાયમી મૂલ્ય વર્ધક બનાવતા અને આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત બનાવે તેવા વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
નાણાકીય વર્ષ 26 ના પહેલા છ માસના ગાળામાં આવક રૂ. 44,281 કરોડ જ્યારે EBITDA રૂ. 7,688 કરોડ નોંધાયો છે. કર અગાઉનો નફો (PBT) રૂ. 2,281 કરોડ નોંધાયો છે., જેમાં રૂ. 3,583 કરોડનો અપવાદરૂપ ફાયદો સામેલ નથી અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ. હસ્તકના એરપોર્ટ્સનો EBITDA વાર્ષિક ધોરણે 51% વધીને રૂ. 2,157 કરોડ થયો છે. આ સાથે એરપોર્ટ્સનો વ્યવસાય હવે રૂ. 1,000 કરોડથી વધુના ત્રિમાસિક રન-રેટ પર આગળ વધી રહ્યો છે. સંપત્તિમાં રોકાણના ક્ષેત્રમાં મુખ્યત્વે ગ્રીનફિલ્ડ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂકાયું છે. જે ચાલુ નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકથી કામગીરી શરૂ કરવા સજ્જ બનશે. નાનાસા-પીડગાંવ પ્રકલ્પ માટે PCOD મળવા સાથે AEL પાસે હવે 7 કાર્યરત માર્ગોની અસ્ક્યામતો થઇ છે. નવા રોકાણોના સંદર્ભમાં રૂ. ૧૯,૯૮૨ કરોડની કુલ ઓર્ડર બુક સાથે રસ્તાના ત્રણ અને પાણીના વ્યવસાયના બે પ્રકલ્પો માટે LoA મળેલ છે. વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ વિકસાવવા માટે અદાણીકોનેક્સએ Google સાથે ભાગીદારી કરી છે. ઇન્ક્યુબેશનના આગામી તબક્કાને ટેકો આપવા તેની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવવા માટે રૂ. 25,000 કરોડના આંશિક રીતે ચૂકવેલ રાઇટ્સ ઇશ્યૂને AELના બોર્ડે મંજૂરી આપી છે.
વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૫ના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૨૩,૧૯૬ કરોડની કુલ આવકની તુલનામાં ચાલુ નાણા વર્ષના સરખા સમયમાં આવક રુ.૨૧,૮૪૪ કરોડ થઇ છે. જે 6%નો તફાવત દર્શાવે છે. જ્યારે આ ગાળાના અર્ધ વાર્ષિક સમય દરમિયાન નાણા વર્ષ-૨૫માં રુ. ૪૯,૨૬૩ કરોડની સરખામણીએ ચાલુ નાણા વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે આવક રુ.૪૪,૨૮૧ કરોડ થઇ છે. જે 10%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાં EBITDA રુ.૪,૩૫૪ સામે ચાલુ વર્ષના સરખા સમયમાં EBITDA રુ.૩,૯૦૨ કરોડ નોંધાયો છે જે 10%નો તફાવત દર્શાવે છે. ગત નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં રુ.૮૬૫૪ કરોડની તુલનાએ ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન વાર્ષિક ધોરણે EBITDA રુ.૭,૬૮૮ કરોડ નોંધાયો છે. જે 11%નો તફાવત દર્શાવે છે. ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં અપવાદરુપ ફાયદો રુ.૩૫૮૩ કરોડથયો છે. ગત નાણા વર્ષ-૨૫ના બીજા ત્રિમાસિકના કર અગાઉના નફો રુ.૨૪૦૯ કરોડની તુલનાએ ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં રુ.૪,૩૯૮ કરોડ થયો છે. જે 83%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત વર્ષના પ્રથમ છ માસમાં કર અગાઉનો નફો ૪,૬૪૪ કરોડની તુલનાએ વાર્ષિક ધોરણે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં રુ.૫,૮૪૪ કરોડ નોંધાયો છે જે 26%નો તફાવત દર્શાવે છે. કર બાદનો નફો જે ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે રુ.૧,૭૪૨ કરોડ હતો તેની તુલનાએ ચાલુ નાણા વર્ષના સરખા ગાળામાં રુ.૩૧૯૯ કરોડ નોંધાયો છે જે 84%નો તફાવત દર્શાવે છે. ગત નાણા વર્ષના પ્રથમ અર્ધ વાર્ષિક સમયમાં કર બાદનો નફો રુ.૩,૧૯૬ કરોડ થયો હતો તેની સામે ચાલુ નાણા વર્ષના સમાન ગાળાદરમિયાન વાર્ષિક ધોરણે કરબાદનો નફો રુ.૩,૯૩૩ કરોડ નોંધાયો છે. જે 23%નો તફાવત દર્શાવે છે.