હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અદાણી એનર્જી સોલ્યુશન્સનું નાણા વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન

08:28 PM Jul 24, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ : વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક સમય ગાળાના તેના નાણાકીય અને ઓપરેશનલ પ્રદર્શન આજે જાહેર કર્યા હતા.

Advertisement

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ. શ્રી કંદર્પ પટેલે  કહ્યું હતું કે “અમે બીજા મજબૂત ક્વાર્ટરની જાણ કરતા ખુશ છીએ. જમીન ઉપર અસરકારક અમલવારી અને ઓપરેશન અને મેન્ટેનન્સ ઉપર કેન્દ્રીત  લક્ષ્યના કારણે પ્રોજેકટ કેપેેક્ષ પરત્વે સતત પ્રગતિ કરી રહયા છીએ. અમારા મુખ્ય વ્યવસાયના ક્ષેત્રો ઉપર અમે કેન્દ્રીત રહીને વૃધ્ધિની નવી સંભાવનાને ખોલી રહ્યા છીએ.     આ ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની દ્રષ્ટિએ ત્રણ નવી ટ્રાન્સમિશન લાઇનો શરુ કરવા અને ઉદ્યોગ પ્રેરીત દૈનિક રન-રેટ હાંસલ કરવામાં પ્રગતિ કરી છે. અમે ફક્ત આ જ ગતિ જાળવવાની અપેક્ષા નહી પરંતુ અમારા નિર્માણાધિન પ્રકલ્પોની પાઇપલાઇન સમયસર પૂર્ણ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ આવક 28% વધીને રુ. 7,026 કરોડ થઇ છે. વાર્ષિક ધોરણે નવી ટ્રાન્સમિશન સંપત્તિના સાધારણ યોગદાન સાથે ઓપરેશનલ આવક ફ્લેટ રુ.4,600 કરોડ રહી છે.

Advertisement

આ સમગ ગાળામાં એકીકૃત EBITDA 14% વધીને રૂ. 2,017 કરોડ થયો છે. મુંબઈના વિતરણ વ્યવસાયમાં નીચા ઓપરેશનલ EBITDAના કારણે વાર્ષિક ધોરણે ઓપરેશનલ EBITDA ફ્લેટ રુ.1,615 કરોડ રહ્યો છે.

આ સમય ગાળામાં વાર્ષિક ધોરણે કુલ EBITDAમાં ડબલ-અંકોની વૃદ્ધિને કારણે કર બાદના નફામાં 71%ના વધારા સાથે રૂ.539 કરોડનો વધારો થયો છે જેને રૂ.33 કરોડના નીચા  ડેપ્રિશિએશન અને નેટ ટેક્સ આઉટગો દ્વારા મદદ મળી હતી, જેમાં વાર્ષિક ધોરણે રુ.19 કરોડનો ઘટાડો થયો હતો.

ટ્રાન્સમિશન ક્ષેત્રે રુ. 59,304 કરોડના પાઇપલાઇનના 13 પ્રકલ્પોના નિર્માણની યોજના હાલ અમલવારીના તબક્કામાં છે. કંપની નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિકમાં શરુ કરવામાં આવેલી ત્રણ લાઇનો ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં કરનપુરા, ડબ્લ્યુઆરએસઆર (નરેન્દ્ર-પુણે), મુંબઇ એચવીડીસી અને ખાવડા ફેઝ-III-A (હળવદ) સંપૂૂર્ણપણે શરુ કરવા અપેક્ષા રાખે છે.

અહેવાલના સમયગાળામાં 55.4 લાખ સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ- 26 માં ઓછામાં ઓછા 70 લાખ નવા મીટર સ્થાપિત કરવાની કંપનીની યોજના છે.અમલીકરણ હેઠળની પાઇપ લાઇન 22.8 મિલિયન સ્માર્ટ મીટરની છે, જેમાં રુ. 27,195 કરોડની આવકની સંભાવનાવાળા નવ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article