હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

એરપોર્ટ અને પ્રવાસની અનુભૂતિમાં ઉમેરો કરવા અદાણી ડિજિટલ લેબ્સ દ્વારા વિશિષ્ટ નવીનતાઓનો આવિષ્કાર

03:39 PM Aug 13, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ : ભારતમાં અદાણી-સંચાલિત એરપોર્ટ ઉપર મુસાફરો માટે પ્રવાસ અને એરપોર્ટની અનુભૂતિને નવા સ્વરુપે વ્યાખ્યાયિત કરવાના હેતુથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ની ટેકનોલોજી પાંખ અદાણી ડિજિટલ લેબ્સ (ADL)એ તેના પરિવર્તનલક્ષી અભિગમની શ્રેણીની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પગલાં અદાણી એરપોર્ટ ઉપર સુવિધા, આરામદાયી સવલતો એકમેકના જોડાણમાં વધારો કરવા સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં ડિજિટલ નવીનતા અપનાવવામાં નેતૃત્વ કરવાના તેના સ્થાનને મજબૂત બનાવે છે.

Advertisement

અદાણી ડિજિટલ લેબ્સના ડિરેક્ટર શ્રીમતી શ્રુષ્ટિ અદાણીએ જણાવ્યું હતું કે, "નવી અદાણી ડિજિટલ લેબ્સનો હેતુ તેના કામકાજમાં શક્તિ, વિવિધ વિચારો અને બેનમૂન કુશળતાનો સમાવેશ કરવાનો છે. મુસાફરોને વિશિષ્ટ ડિજિટલ-ફર્સ્ટની અનુભૂતિ પૂરી પાડવાની વ્યાપક વ્યૂહરચનાનો આ પ્રથમ તબક્કો છે. અમે હાથ ધરેલા પ્રત્યેક પ્રકલ્પોમાં અમારો ઉદ્દેશ્ય મુસાફર જનતા માટે પ્રવાસ સંબંધિત ચિંતા ઘટાડવાનો અને તેને દૂર કરવાનો રહ્યો છે. અમે ઉમેરેલી વિશિષ્ટ બાબતોમાં અદ્યતન માહિતી, ઉત્તેજક પુરસ્કારો અને ખાસ સ્તરવાળી લાઉન્જ સેવાઓનો સમાવેશ થશે, જે પ્રમાણભૂત એગ્રીગેટર ઓફરિંગથી આગળ વધીને વાસ્તવમાં વ્યક્તિગત ડિજિટલ અનુભૂતિ કરાવશે, જે પ્રવાસીઓને અમારા એરપોર્ટ પર મુસાફરી કરવાનો આનંદ આપશે."

સતત વૃદ્ધિ અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દિશાનિર્દેશ કરતી અદાણી ડિજિટલ લેબ્સએ અમદાવાદમાં 150 બેઠકોની ક્ષમતા ધરાવતી કચેરી ખુલ્લી મૂકી છે. જ્યાંથી એરપોર્ટના સંચાલકોની ટીમ પર્યાવરણ માટે ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો વિકસાવવાનું નિરંતર ચાલુ રાખશે. સમયની મર્યાદા, સુવિધાઓ પ્રત્યે મર્યાદિત જાગૃતિ અને લાંબી કતારો જેવા સામાન્ય મુસાફરી માટેના પડકારોનો સામનો કરી તેનો ઉકેલ કરશે.એરપોર્ટ સંબંધી તમામ સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સાંકળી લઇને અદાણી વનએપ દરેક પ્રવાસીઓની વ્યવહારિકથી લઇ અનુભવલક્ષી સફરમાં પરિવર્તિત કરવા સાથે દરેક પ્રવાસી માટે વ્યક્તિલક્ષી સુવિધા અને કાર્યક્ષમતામાં વધારો કરશે.

Advertisement

ડિજિટલ મિત્ર તરીકે સેવા આપતી આ એપ્લિકેશન મુસાફરોને પ્લાનિંગ કરવા, નેવિગેટ કરવા અને તેમના એરપોર્ટના અનુભવની મોજ માણવા સશક્ત બનાવશે જેમાં અદાણી રિવોર્ડ્સ અંતર્ગત ફક્ત એરપોર્ટના મુસાફરો માટે રચાયેલ એક ક્રાંતિકારી લોયલ્ટી પહેલ છે. જે ભારતીય એરપોર્ટ ઇકોસિસ્ટમમાં આ પ્રકારનો પહેલો એવો લોયલ્ટી પ્રોગ્રામ છે જે અસાધારણ મૂલ્ય અને અવિસ્મરણીય અનુભૂતિનો સાક્ષાત્કાર કરાવવા પર કેન્દ્રિત છે. આ પ્રોગ્રામ એફ એન્ડ બી, રિટેલ, કાર પાર્કિંગ, ડ્યુટી-ફ્રી શોપિંગ અને મીટ એન્ડ ગ્રીટ સેવાઓને એકીકૃત કરી વિસ્તૃત કરે છે, જે તેના ઉપયોગમાં અજોડ સુગમતા અને સરળતા પ્રદાન કરે છે.   

અદાણી સંચાલિત એરપોર્ટ ઉપર લાઉન્જના સીમલેસ અનુભવ માટે એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ લાઉન્જની પહોંચને સુવ્યવસ્થિત કરે છે. હવે મુસાફરો સરળતાથી લાઉન્જ આગોતરી બુક કરી શકશે, કાર્ડ પાત્રતા ચકાસી શકશે અને કતારો અને વિલંબને દૂર કરી મુશ્કેલી-મુક્ત પ્રવેશની મજા માણી શકશે. વધુમાં F&B, ડ્યુટી-ફ્રી અને રિટેલ સ્ટોર્સના વ્યાપક કેટલોગમાંથી બ્રાઉઝિંગ અને ખરીદીની સુવિધા આપશે. ઉપરાંત ગેટ પર ડિલિવરી, મલ્ટી-કાર્ટ ઓર્ડર, ડ્યુટી-ફ્રી માટે ગ્રુપ ઓર્ડર અને સીમલેસ પાર્કિંગ માટે પાર્ક એન્ડ ફ્લાય જેવી સુવિધાજનક એરપોર્ટ સેવાઓ તથા ફ્લાઇટનું લાઈવ સ્ટેટસ ટ્રેકિંગ અને તાત્કાલિક સૂચનાઓ જાણી શકાશે. હાઇ-સ્પીડ એરપોર્ટ વાઇ-ફાઇ અને આવશ્યક મુસાફરી સંબંધી માહિતીની સરળ ઍક્સેસ ઉપલબ્ધ થશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article