હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી

03:43 PM Nov 27, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૫: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.૮૨૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે.

Advertisement

પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ તાલીમ અને વિશિષ્ટ કૌશલ્ય અભ્યાસક્રમો સુધી વ્યાપક સ્તરે તાલીમબધ્ધ કરવા FSTC ૧૧ અદ્યતન ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને ૧૭ તાલીમી વિમાનો ચલાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને (યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) દ્વારા પ્રમાણિત ગુરુગ્રામ અને હૈદરાબાદમાં અત્યાધુનિક સિમ્યુલેશન કેન્દ્રો ચલાવતી અને વિસ્તરણની નોંધપાત્ર ક્ષમતા ધરાવતી આ કંપની  ભારતની સૌથી મોટી ફ્લાઇંગ સ્કૂલોમાંની એક હરિયાણામાં ભિવાની અને નારનૌલમાં તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે.

Advertisement

નાગરિક ઉડ્ડયન તરફના ઝુકાવને પ્રતિબિંબિત કરતું ભારતીય સંરક્ષણ ક્ષેત્ર પાઇલટ તાલીમ ઇકોસિસ્ટમની એક મોટી તક તરીકે ઉભરી રહ્યુ છે. સિમ્યુલેટર-આધારિત તાલીમથી ખર્ચ ઘટવા સાથે સલામતી અને કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. FSTC એ સંરક્ષણ અને નાગરિક બંને ક્ષેત્રોમાં મજબૂત વિકાસ યોજનાઓની રૂપરેખા પ્રસ્તુત કરી છે.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સી.ઇ.ઓ. શ્રી આશિષ રાજવંશીએ આ વિષે જણાવ્યું હતું કે સંપૂર્ણ સંકલિત ઉડ્ડયન સેવાઓ માટે એક પ્લેટફોર્મ બનાવવાની અમારી વ્યૂહરચનાનીદીશામાં આ સંપાદન એ આગળનું પગલું છે. FSTC એર વર્ક્સ અને ઇન્ડેમર ટેકનિક્સમાં જોડાતા હવે અમે સિવિલ MRO, જનરલ એવિએશન MRO [જાળવણી, સમારકામ અને ઓવરહોલ], સંરક્ષણ MRO અને ફુલ-સ્ટેક ફ્લાઇટ તાલીમમાં ઉપભોક્તાને સેવા આપી શકીએ છીએ. ભારતીય એરલાઇન્સ ૧૫૦૦થીવધુ વિમાનો સામેલ કરે તેવી અપેક્ષા વચ્ચે માન્ય પાઇલટ્સની જરૂરિયાતમાં ઝડપથી વધારો થશે. તેની સાથોસાથ આ જ સમયે, સશસ્ત્ર દળો માટે અદ્યતન તાલીમ અને મિશન રિહર્સલને કેન્દ્ર સરકારે આપેલી ટોચ અગ્રતાના કારણે સંરક્ષણ સિમ્યુલેશનમાં નવી તકો ખોલે છે. સુરક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અમારી ફિલસૂફીને અનુરૂપ અમે ભારતીય સંરક્ષણ પાઇલટ્સની આગામી પેઢીને પીઠબળ આપવાનું અમારું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.

અદાણી ડિફેન્સ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ની પેટાકંપની છે. હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ. (HASL) ADSTL અને પ્રાઇમ એરો સર્વિસીસ LLP નું સંયુક્ત સાહસ AEL ની એક સ્ટેપ-ડાઉન પેટાકંપની છે.

Advertisement
Tags :
AdaniAviationAdaniDefenseAdaniGroup ADSTLAerospaceIndiaAviationEcosystemAviationGrowthAviationIndia IndianAviationBhiwaniCivilAviationDefenceNews AviationTrainingDefenceTechnologyDGCAEASAFlightSimulatorFlightTraining PilotTrainingFSTCIndianDefenceMakeInIndiaNarnaulNewAcquisitionPilotAcademySimulationTraining
Advertisement
Next Article