હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભારતના ભાવિ ઘડવૈયાઓનું નિર્માણ કરશે 'અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ'

03:24 PM Sep 15, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ : વિશ્વની નવમી સૌથી મોટી બાંધકામ સામગ્રી અને તે સંબંધી ઉકલોના ક્ષેત્રની કંપની અને વૈવિધ્યસભર અદાણી સમૂહની કંપનીઓની એક પાંખ અદાણી સિમેન્ટે એન્જિનિયર્સ ડે નિમિત્તે, 'અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ' શિર્ષક હેઠળ એક બહુલક્ષી રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક-ઉદ્યોગને સાંકળતો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમની રચનાની હેતુ વર્ગ ખંડોને વાસ્તવિક દુનિયાની માળખાગત સુવિધાઓ અને ટકાઉપણા સામેના પડકારોને સંકલિત કરવાનો છે.

Advertisement

અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સનો આરંભ સરકારના યોગ્ય ભારત મિશન અને શિક્ષણ મંત્રાલયના રોજગાર અને ઉદ્યોગસાહસિક કૌશલ્ય વચ્ચેના અંતરને દૂર કરવાના આહવાન સાથે એક સંકલિત ભવિષ્યના નિર્માણ માટે તૈયાર કાર્ય બળ બનાવવા માટે સમયસરના ઉદ્યોગ-સંચાલિત ઉકેલ તરીકે ઉભરી આવી છે. જે ભારતના વસ્તી વિષયક લાભાંશનો લાભ ઉઠાવીને વિક્સિત ભારત ૨૦૪૭ના કલ્પનાને સાકાર કરવા માટે માનવ મૂડી પૂરી પાડે છે. એકસોથી વધુ શહેરોમાં  રાજ્ય અને ખાનગી ક્ષેત્રની ટોચની સંસ્થાઓ અને આઇ.આઇ.ટી., એન.ઇ.ટી. જેવી એકસોથી વધુ પ્રતિષ્ઠિત અગ્રણી ઇજનેરી સંસ્થાઓ અને ૧૦૦ જેટલી શાળાઓ સાથે જોડાણ કરીને જિજ્ઞાસાથી કારકિર્દી સુધી એક સાતત્ય સ્વરુપમાં આ પહેલની ડિઝાઇન કરવામાં આવી છે જે ભારતના વસ્તી વિષયક લાભાંશ રાષ્ટ્ર નિર્માણ માટે કુશળ બળમાં પરિવર્તિત થાય છે.ખાતરી કરે છે.

અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સીઈઓ વિનોદ બાહેટીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિક્સિત ભારત ૨૦૪૭ના ભારતના વિઝન પ્રત્યે અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.જ્યારે સરકાર યુવાનોને રોજગારી અને ઉદ્યોગસાહસિક કૌશલ્યથી સશક્ત બનાવવા માટે યોગ્ય ભારત મિશનને આકાર આપી રહી છે ત્યારે અમારી આ પહેલ શાળાઓ અને કેમ્પસમાં વાસ્તવિક દુનિયાનો સાતત્યસભર સેતુનું નિર્માણ કરી આ પ્રયાસને પૂરક બનાવે છે. સ્માર્ટ સિમેન્ટ લેબ્સથી લઈને રોબોટિક્સ, AI-સક્ષમ નવીનતા, ડીકાર્બોનાઇઝેશન સંશોધન અને કારકિર્દીના માર્ગોના દિશા સુચન સુધી ભારતની પ્રતિભાશાળી યુવા શક્તિ માત્ર રોજગારી યોગ્ય જ નહીં પરંતુ ઉદ્યોગસાહસિક પણ છે તેની અમે ખાતરી કરી રહ્યા છીએ.

Advertisement

વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM )એ યુવા શક્તિ વિક્સતિ ભારત પાછળનું પ્રેરક બળ છે અને અમે 'પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા'માં દૃઢપણે માનીએ છીએ. જ્યારે સિમેન્ટ રાષ્ટ્રનું માળખાગત નિર્માણ કરે છે ત્યારે ફ્યુચરએક્સ GenZ ઇન્ડિયાની આકાંક્ષાઓ અને ક્ષમતાઓનું સર્જન કરવામાં મદદ કરી, પ્રતિભા, નવીનતા અને આપણા દેશના વિકાસને વેગ આપવા માટે એક જવાબદારીની ભાવનાને સંરેખિત કરશે

આ કાર્યક્રમના વિવિધ પાસાઓમાં અદાણી સિમેન્ટ સ્માર્ટ લેબ જે  એક જીવંત સિમેન્ટ ઉત્પાદન મોડેલ છે. જેમાં મીની રોટરી ભઠ્ઠી છે અને તે રસાયણશાસ્ત્ર પર વિગતવાર જ્ઞાન, વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગને વ્યવહારુ પ્રદર્શનો દ્વારા જીવંત બનાવે છે . આ રોબોટિક એન્જિનિયરિંગ, વાસ્તવિક જીવનમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર પણ સમજ આપશે. સ્ટેમ અને શીખવાની પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રક્રિયા અને ઉત્પાદનક્ષેત્રમાં નવીનતાઓનો પરિચય કરાવવામાં આવશે, જેમાં નેનો મટીરિયલ્સ ટેકનોલોજી, અદ્યતન  નિર્માણ સામગ્રી ઊપાયો પર સંશોધન અને વિકાસ અને પ્લાન્ટ્સમાં ઉપયોગમાં લેવાતા EV ઉપકરણોનો સમાવેશ થાય છે - જે વિજ્ઞાન, ટેકનોલોજી, ફાઇનાન્સ, માર્કેટિંગ અને વધુમાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને વેગ આપવા માટે રચાયેલ ઇન્ટરેક્ટિવ, વર્ગખંડ-મૈત્રીપૂર્ણ સાધનો દ્વારા પહોંચાડવામાં આવશે.

આ કાર્યક્રમ હેઠળ ઉત્પાદન પ્રક્રિયાઓના જાત અભ્યાસ અને સ્વાનુભવ માટે નવી મુંબઈના કલંબોલીમાં આવેલા અદાણી સિમેન્ટના અત્યાધુનિક સંશોધન અને વિકાસ કેન્દ્ર અને સમગ્ર ભારતમાં વિશ્વ કક્ષાના ઉત્પાદન પ્લાન્ટના માર્ગદર્શિત પ્રવાસોનું આયોજન કરવામાં આવશે. તે સિવાય નિષ્ણાતોના નેતૃત્વ હેઠળ વાટાઘાટો , મેનેજિંગ કમિટી અને ઉદ્યોગના પીઢ નિષ્ણાંતો તરફથી વ્યવહારુ આંતરદૃષ્ટિ, નવીનતા તથા માનસિકતા પર કાર્યશાળાઓ, નિયમિત અભ્યાસક્રમથી આગળ વધીને નવી  ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટેની બાબતોમાં ફાઇનાન્સ, માર્કેટિંગ વગેરેનો સમાવેશ થાય છે. સહયોગી સંશોધન અને નવીનતા અંતર્ગત  નવા યુગની સામગ્રી, ડીકાર્બોનાઇઝેશન,  સર્ક્યુલેટિંગ અને પ્રક્રિયા ઑપ્ટિમાઇઝેશન પર સંયુક્ત સંશોધન અને વિકાસ તથા ઉદ્યોગ - માર્ગદર્શિત પ્રકલ્પો અને IP સહ - વિકાસ માટેના માર્ગોની સમજણ આપવામાં આવશે.

ઉદ્યોગ સંકલિત શિક્ષણના ભાગરુપે  ટકાઉપણું, હરિત સામગ્રી અને ભવિષ્ય માટે તૈયાર બાંધકામ પર પ્રેક્ટિશનરો દ્વારા વ્યાખ્યાનો, માસ્ટર ક્લાસ અને ફેકલ્ટી સંવાદ તથા જ્ઞાન સત્રો અને નેતૃત્વ જોડાણ, કારકિર્દીના માર્ગો, ઉચ્ચ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ, લાઇવ પ્રોજેક્ટ્સ અને પ્રી - પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂની તકો ઉપલબ્ધ કરવામાં આવશે. ક્વિઝ, ઉત્સવો અને હેકાથોનમાં ટાઇટલ સ્પોન્સરશિપ, ઊભરતા બ્રાન્ડ સેલ્ફી ઝોન અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ઉજવણી કરવા અને ઓનલાઇન પહોંચ વધારવા માટે રાષ્ટ્રીય ડિજિટલ ઝુંબેશ (#BuildWithAdani). ની રચના કરવામાં આવી છે. કેમ્પસમાં અગ્રણી સંશોધન લાવવા અને કોંક્રિટ અને બાંધકામ સામગ્રીમાં વિદ્યાર્થી/ફેકલ્ટી કાર્યને પ્રકાશિત કરવા માટે ઇન્ડિયન કોંક્રિટ જર્નલ (ICJ) નેટવર્ક અને સંપાદકીય સહયોગનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તાજેતરમાં IIT ખડગપુર ખાતે અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીના શિક્ષણ મંદિરો અને કર્મ શિક્ષાના વિઝનની વાત કરવા સાથે વિદ્યાર્થીઓને ભારતના નવા સ્વાતંત્ર્ય સેનાનીઓ, નવીનતાઓ અને જેમના વિચારો, મહત્વાકાંક્ષાઓ અને કલ્પના ટેકનોલોજી-સંચાલિત પડકારોની દુનિયામાં ભારતની આત્મનિર્ભરતાને સુરક્ષિત કરનારા ગણાવતા કરેલા સંબોધનને આ પહેલ પ્રતિબિંબિત કરે છે. અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ એ ભારતમાં બાંધકામ સામગ્રીના ક્ષેત્રમાં સૌથી મોટા શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગમાંનું એક પ્રસ્તુત  કરે છે. અદાણી સિમેન્ટ પહેલાથી જ ૧,૫૦૦ થી વધુ તાલીમી સ્નાતક ઇજનેરો અને ડિપ્લોમા ઇજનેરોના પ્રતિભાશાળી સમૂહને તાલીમ બધ્ધ કરીને  દેશના ભાવિ ઘડવૈયા બનાવવા માટે અદ્યતન લિડરશીપ કાર્યક્રમો ચલાવે છે. આ પહેલ માળખાગત વિકાસ, ક્ષમતા નિર્માણ અને નવીનતા સાથે ઓતપ્રોત થઇને આગળ વધવો જોઈએ તેના પર આ પહેલ ભાર મૂકે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article