હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

12:37 PM Sep 18, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ : અદાણી સિમેન્ટે તેના ગ્રુપ અસોસિયેટ મે. પીએસપી ઇન્ફ્રા સાથે મળીને અમદાવાદ નજીક ઉમિયા ધામ ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશનનું કાસ્ટિંગ કાર્ય સંપ્પન કરીને એક ઐતિહાસિક ઇજનેરી કાર્યક્ષમતાની સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રકલ્પ માટે વિક્રમજનક અમલીકરણ લોજિસ્ટિકલ સ્કેલ, તકનિકી ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય સાધવાની અદાણી સિમેન્ટની અનોખી કાર્યક્ષમતા પુરવાર કરે છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ  (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા હાંસલ થઈ હતી. નવા માપદંડો સ્થાપિત કરતું અદાણી સિમેન્ટ દ્વારા બનાવાયેલું આ કોંક્રિટ પ્રોપ્રાઇટરી ટકાઉ મિશ્રણ છે. આ કામગીરી વ્યૂહાત્મક રીતે સ્થિત ૨૬ રેડી-મિક્સ કોંક્રિટ (RMX) પ્લાન્ટ્સ, સિન્ક્રોનાઇઝ્ડ લોજિસ્ટિક્સ નેટવર્કમાં કાર્યરત ૨૮૫થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સ, ૩,૬૦૦ ટનથી વધુ હાઇ-પર્ફોર્મન્સ સિમેન્ટ અને ત્રણથી વધુ દિવસોમાં શિફ્ટ્સમાં કામ કરતા ૬૦૦થી વધુ કુશળ કારીગરો તેમજ ટેક્નિકલ નિષ્ણાંતોની મદદથી સંપ્પન થઈ હતી.

Advertisement

કોલ્ડ જોઇન્ટ્સ વિના સતત રેડવાની સમગ્ર કામગીરી સુનિશ્ચિત થઈ શકે તે માટે સમગ્ર પ્રક્રિયા દરમિયાન શ્રેષ્ઠ તાપમાન નિયંત્રણ અને મિશ્રણની એકરૂપતા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખી બનાવવામાં આવી હોવાથી. ECOMaxX કોંક્રિટના ઉપયોગથી પ્રકલ્પની કાર્બન ફૂટપ્રિન્ટ્સ નોંધપાત્ર રીતે ઘટી હતી જે હરિત નિર્માણના આયામોની અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતાને સાંકળે છે. અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સી.ઈ.ઓ. શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે 60 એકરમાં ફેલાયેલું ઉમિયા ધામ એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સીમાચિહ્ન બનવા સજ્જ છે, તેમાં આશરે રૂ. ૨,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પ ફક્ત વિશ્વ વિક્રમ સર્જવાનો નહી, પણ અદાણી સિમેન્ટની ગુણવત્તાયુક્ત કાર્યક્ષમતા, સ્કેલ, ગતિ અને હેતુને પ્રસ્તુત કરનારો છે. અદાણી ગૃપના ચેરમેનના અભિપ્રાય મુજબ આ માત્ર ઇજનેરી સિદ્ધિ જ નહીં, પરંતુ શ્રધ્ધાભાવ અને આધુનિક માળખા વચ્ચેનો સેતુ છે. ઉમિયા ધામ ખાતે શ્રદ્ધા દ્વારા અભિન્નતા આગળ વધવા સાથે સમગ્ર સમુદાયોના કલ્યાણ પંથનું ઉત્થાન કરે છે એવા આ પ્રકલ્પનું સફળ રાફ્ટ કાસ્ટિંગ આ ફિલોસોફીનો જીવંત પુરાવો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અમે નવીનતા, લોકો અને ટકાઉ સામગ્રીને એક કરી એવા ઉપાયોનું સર્જન કરીએ છીએ જે પેઢીઓ સુધી ટકી રહે અને નવા વૈશ્વિક માપદંડો સ્થાપે છે. તેમણે ઉમેર્યું હતું કે અમારા ECOMaxX લૉ કાર્બન કોંક્રિટથી સ્ટ્રક્ચરના કાર્બન ઉત્સર્જનમાં ૬૦ ટકાનો ઘટાડો થઈ શક્યો છે, જે ટકાઉપણા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની સાબિતી છે.”

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર પી પટેલે જણાવ્યું હતું કે “જગત જનની મા ઉમિયા (પાર્વતી) મંદિરનું વિશ્વ વિક્રમી ફાઉન્ડેશન એ ભારતના સાંસ્કૃતિક અને ઇજનેરી વારસા માટે જાજરમાન પળ છે. મોટા પ્રકલ્પોના ચોક્સાઇપૂર્વક અમલીકરણમાં અદાણી સિમેન્ટની પુરવાર થયેલી નિપુણતા તેમને અમારા સ્વાભાવિક હિસ્સેદાર બનાવે છે.” જાસપુરમાં એક વિશાળ સામાજિક અને સાંસ્કૃતિક પરિસરના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જેની પરિકલ્પના કરવામાં આવી છે એવા વિશ્વના સૌથી ઊંચા ભાવિ મંદિર માટે ૪૫૦ ફૂટ x ૪૦૦ ફૂટ x ૮ ફૂટ માપનો રાફ્ટ ફાઉન્ડેશન ૫૦૪ ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયા મંદિર માટે ૧,૫૫૧ ધર્મ સ્તંભોને ટેકો આપશે.. ECOMaxX M45 કોંક્રિટ મિશ્રણમાં ૬૬ ટકા સપ્લીમેન્ટરી સિમેન્ટીશિયસ મટિરિયલ (SCM)નો સમાવેશ થાય છે, જેના પરિણામે કાર્બન ફૂટપ્રિન્ટમાં ૬૦ ટકાનો ઘટાડો થાય છે. પ્રોપ્રાઇટરી કૂલક્રીટ ફોર્મ્યુલેશન, પ્લેસમેન્ટ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાળવી રાખે છે, જે થર્મલ સ્ટ્રેસ ઘટાડે છે. સ્ટ્રક્ચરમાં જડિત થર્મોકપલ્સ વાસ્તવિક સમયમાં તાપમાન અને ટકાઉપણુંનું નિરીક્ષણ કરતા રહે છે.

Advertisement

સ્થળ ઉપર ૧,૦૦૦થી વધુ લોકોની પ્રત્યક્ષ હાજરી તેમજ ૧૦,000થી વધુ ઓનલાઇન લોકોની હાજરી દ્વારા આ સિદ્ધિ ભારતના ઇજનેરી અને આધ્યાત્મિક સીમાચિહ્નોને આકાર આપવામાં અદાણી સિમેન્ટની વધતી જતી ભૂમિકા પ્રગટ કરે છે. સીમાચિહ્નરૂપ પ્રકલ્પોના વારસાને સમૃધ્ધ બનાવતી અદાણી સિમેન્ટ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વર્લ્ડ વન ટાવર જેવા પ્રતિષ્ઠિત સ્ટ્રક્ચર્સથી લઈને જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ્વે બ્રિજ જેવી ઇજનેરી અજાયબીઓથી લઇ કંપની હવે ઉમિયા ધામ મંદિર સાથે આધ્યાત્મિક માળખાગત સુવિધાઓ સુધીની તેની કુશળતાનો વ્યાપ વિસ્તારી રહી છે. આ સિદ્ધિ માત્ર અદાણી સિમેન્ટની ટેકનિકલ કુશળતાને જ નહીં પરંતુ ટકાઉ વિકાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે  છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article