સોનાની દાણચોરીમાં ઝડપાયેલી અભિનેત્રી રાન્યા એક વર્ષમાં 30 વખત દુબઈ ગઈ હતી
બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ કન્નડ અભિનેત્રી રાન્યા રાવ (ઉ.વ. 33) ના ઘરેથી 2.67 કરોડ રૂપિયાની રોકડ અને 2.07 કરોડ રૂપિયાના ઘરેણાં જપ્ત કર્યા છે, જેને બેંગલુરુ એરપોર્ટ પરથી 12.56 કરોડ રૂપિયાના સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, રાન્યા એક વર્ષમાં લગભગ 30 વખત દુબઈ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાન્યા એક વર્ષમાં દાણચોરી માટે 30 વખત દુબઈ ગઈ હતી. એક કિલો સોનાની દાણચોરી કરવા બદલ તેને 1 લાખ રૂપિયા મળતા હતા. તે દુબઈની એક મુલાકાતમાં લગભગ 13 લાખ રૂપિયા કમાતી હતી. તેણીએ દાણચોરી માટે મોડિફાઇડ જેકેટ્સ અને ખાસ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો. ડીઆરઆઈ ટીમે રાન્યાના લવેલ રોડ સ્થિત ઘરની તપાસ કરી હતી. રાન્યા તેના પતિ સાથે ત્યાં રહે છે.
રાન્યા ડીજીપી રેન્કના આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. રામચંદ્ર હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સંગઠિત સોનાની દાણચોરીના નેટવર્ક પર કાર્યવાહી કરતા, DRI એ આ કેસમાં અત્યાર સુધીમાં 17.29 કરોડ રૂપિયાની સોનાની દાણચોરી જપ્ત કરી છે. તેમાં 4.73 કરોડ રૂપિયાની મિલકતનો પણ સમાવેશ થાય છે.
ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા પાસેથી 14.2 કિલો સોનાનો જથ્થો તાજેતરમાં બેંગલુરુ એરપોર્ટ પર પકડાયેલો સૌથી મોટો જથ્થો છે. રાન્યાની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.