હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં 31મી મે સુધી પાલતુ કૂતરાની નોંધાણી નહી કરાવી હશે તો પગલાં લેવાશે

05:34 PM May 15, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ  શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું હતુ. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન કબજે કર્યું છે અને માલિકની ધરપકડ કરી છે. આ બનાવ બાદ મ્યુનિ.કોર્પોરેશને પાલતુ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારા ડોગના માલિકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. પેટ ડોગ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તા. 31મી મે નિયત કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ પેટ ડોગ માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં 50 હજાર જેટલા પાલતું શ્વાન છે. પરંતુ માત્ર 5500 જેટલા લોકોએ પોતાના ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેને 31 મે સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ એએમસી દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવશે. પેટ ડોગને હડકવા વિરોધી રસી અપાવવી પડશે. પેટ ડોગ માટે એએમસીએ નક્કી કરેલી ફી ભરવાની રહેશે. રજીસ્ટ્રેશનની મર્યાદા પૂર્ણ થયા બાદ તેને રિન્યૂ કરાવવાનું રહેશે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે, પેટ ડોગ રજીસ્ટ્રેશન માટે એએમસીની વેબસાઇટ Ahmedabadcity.gov.in ઓપન કરવાની રહેશે. ત્યારબાદ important links પર ક્લિક કરીને
ડોગ માલિકનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવો પડશે ત્યારબાદ મોબાઈલ ફોન પર ઓટીપી આવશે. પછી પેટ ડોગ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને પેટ ડોગ માલિકનું સરનામું, ફોન નંબર, કૂતરો કેવો છે, તેની ઉંમર વગેરે વિગતો ભરવી પડશે. પેટ ડોગ માલિકની ઓળખના પુરાવા દાખલ કરવાના રહેશે. ત્યારબાદ નિયત ફી ભરી નોંધણી કરાવી શકાશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespet dog registrationPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article