પહેલગામ આતંકી હુમલામાં મદદ કરનાર આરોપી યૂસૂફ કટારીની ધરપકડ
જમ્મૂ-કાશ્મીર: પાંચ મહિનાના પછી પહલગામ આતંકી હુમલામાં સંલગ્ન આતંકીઓને મદદ કરનાર આરોપી મોહમ્મદ યૂસૂફ કટારીની સુરક્ષા દળોએ અટકાયત કરી છે. કાશ્મીરના કુલગામના રહેવાસી 26 વર્ષીય યૂસૂફ પર આરોપ છે કે તેણે આતંકીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરી પાડી હતી, જેના કારણે બેરસન ઘાટીમાં 26 નિર્દોષ પ્રવાસીઓની બેરહમીથી હત્યા થઇ હતી. યૂસૂફની ધરપકડ કર્યા બાદ અદાલતે તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે, આ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકીઓને પહેલા મારવામાં આવ્યા હતા. ઓપરેશન મહાદેવ હેઠળ સુરક્ષા દળોને યૂસૂફની ધરપકડ મળી છે, જે આતંકી નેટવર્ક તોડી નાખવામાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે. 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામમાં આ હિંસક હુમલો થયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ યૂસૂફ કાશ્મીરનો સ્થાનિક છે, અને તેની સ્થાનિક જાણકારીના કારણે આતંકીઓને માર્ગદર્શન, રોકાણ માટે સ્થળ, હથિયાર પુરા પાડવાની અને અન્ય લોજિસ્ટિકલ સહાય મદદ મળી હતી. તેની ધરપકડ અને પૂછપરછ બાદ આ ઘાતક નેટવર્ક અંગે વધુ માહિતી સામે આવી શકે છે.