For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના સચિનમાં 45 લાખના ખંડણી કેસમાં આરોપીને 4 દિવસના રિમાન્ડ

05:21 PM Feb 04, 2025 IST | revoi editor
સુરતના સચિનમાં 45 લાખના ખંડણી કેસમાં આરોપીને 4 દિવસના રિમાન્ડ
Advertisement
  • આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પૂત્ર છે
  • RTI એક્ટિવસ્ટ હોવાનું કહી બ્લેકમેલિંગ કરી રૂપિયા વસૂલતા હતા
  • જીપીસીબીના કર્મચારીઓની પણ સાંઠગાંઠ હોવાની શંકા

સુરતઃ શહેરના સચીન ઇન્ડસ્ટ્રીયલના ડિરેરકટર મહેન્દ્ર રામોલિયા પાસે રૂપિયા પાંચ કરોડની ખંડણી માગી હતી. અને રકઝકને અંતે 45 લાખની લાંચ નક્કી કરવામાં આવી હતી. અને લાંચના રૂપિયા લઈને બહાર નિકળતા જ શહેર ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીને દબોચી લીધા હતા. ત્યારબાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કોર્ટે કર્યો હતો. બંને આરોપી આરટીઆઇ એક્ટિવિસ્ટોની બ્લેકમેઇલિંગનો ભોગ કેટલાં લોકો બન્યા છે એ દિશામા પોલીસે તપાસ આદરી છે અને રિમાન્ડના મુદ્દામાં પણ એનો ઉલ્લેખ કરાયો છે કે, આરોપીએ કોની પાસે ખંડણી માગી છે તેની તપાસ કરવાની બાકી છે. આરોપીઓએ ઉઘરાણી માટે માણસો પણ રાખ્યા હોવાની માહિતી મળતાં પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના સચીન ઇન્ડસ્ટ્રીયલના ડિરેક્ટરને કેમિકલનું પાણી ટ્રીટમેન્ટ વગર જ છોડવામાં આવતુ હોવાની વાત કરી આરોપી અજય રમેશ ત્રિવેદી અને તેજસ ભરત પાટીલે રૂપિયા પાંચ કરોડની ખંડણી માગી હતી અને બાદમાં 45 લાખની નક્કી કરીને રૂપિયા લઇને આરોપીઓ જેવા બહાર આવતા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડક કરી લીધી હતી. શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઘણા એકમોને પ્રદૂષણના નામે ગભરાવાય છે. આરોપીઓએ ઉદ્યોગપતિઓને બ્લેકમેઇલ કરવા માટે જીપીસીબીમાં પણ અનેક અરજીઓ કરી છે. ચર્ચા મુજબ જીપીસીબીના કેટલોક સ્ટાફ પણ આરોપીઓ સાથે હોવાની પણ શંકા છે. આરોપીઓએ કોની-કોની સામે અરજીઓ કરી છે અને આ અરજીઓ બાદ શું થયુ એની તપાસ પણ થઈ શકે છે. ધરપકડ કરાયેલા આરોપી તેજસ પાટીલના પિતા ભરત પાટીલ અગાઉ ભાજપના ઉધના વિસ્તારથી કોર્પોરેટર રહી ચૂકયા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement