હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદની તંદુર હોટલમાં મહિલાની હત્યાનો આરોપી આણંદથી પકડાયો

05:21 PM Mar 17, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક આવેલી તંદૂર હોટલમાંથી યુવતીની લાશ મળતા પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુવતીનો મોતનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. ચિંતન યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે. હત્યા બાદ આરોપી આણંદ તરફ ભાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી હતી કે, અમદાવાદાના સરદાપ પટેલ એરપોર્ટની નજીક આવેલી તંદુર નામની હોટલમાં યુવતીની લાશ મળતા પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે હોટલમાંથી સીસીટીવીના કૂટેજ મેળવ્યા હતા, દરમિયાન તપાસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે પણ ઝંપલાવ્યું હતું. અને યુવતિનો પ્રેમી ચિંતન વાઘેલા નામનો યુવક તેની સાથે રૂમમાં ગયો હતો. જે બાદ યુવક નીકળી ગયો હતો. યુવકે ગળેટૂંપો આપી હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. દરમિયાન ચિતન વાધેલાનું મોબાઈલ લોકેશન મેળવીને તપાસ કરતા તે આણંદમાં હોવાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રામોલમાં રહેતી 22 વર્ષીય નસરીનબાનુ ફિરોઝ અખ્તર એરપોર્ટ પર કામ કરતી હતી. 16 માર્ચે સાંજે તેની એરપોર્ટ પાસે આવેલ તંદૂર હોટેલના રૂમમાંથી લાશ મળી હતી. આ મામલે એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોટર્મ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. અને શહેર ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. (File photo)

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharaccused arrestedahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTandoor Hotelviral newswoman murdered
Advertisement
Next Article