હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતમાં સાડીના કારખાનામાં ફાયરિંગ કરી લૂંટનો આરોપી દિલ્હીથી પકડાયો

01:18 PM Jun 15, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરના પુણા ગામમાં ગઈ તા. 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટનો બનાવ બનતા શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસે તપાસ હાથ ધરી હતી. લૂંટ અને ફાયરિંગના આ બનાવમાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતુ. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી સચિન ધરમપાલ જાંગડા (ઉંમર 25) હરિયાણાના હિસાર જિલ્લાના સંદલા ગામનો રહેવાસી છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુર ખાતે રહેતો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી હતી કે, સુરત શહેરના પૂણા વિસ્તારમાં સાડીના એક કારખાનામાં ગઈ 5 જૂન બપોરે 12:30 વાગ્યાની આસપાસ દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો. તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. ફક્ત એટલું જ નહીં, તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખસ પણ સામેલ હતો, જે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતી, પરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકે, બાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછમાં સચિને જણાવ્યું કે. 4થી જૂને દિલીપે તેને ફોન કરીને સુરત બોલાવ્યો હતો. દિલીપે તેને જણાવ્યું હતું કે, તેનો ફેક્ટરીમાં ઝઘડો થયો છે. બીજા દિવસે સવારે બંને પિસ્તોલ લઈને ફેક્ટરીમાં ગયા હતા અને ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કૃત્ય બાદ બંને ટ્રેન મારફતે સવાઈ માધવપુર ઉતરી ગયા હતા. ભાગતા પહેલા તેઓએ પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝની એક ખાલી જગ્યામાં પિસ્તોલ અને 11 કારતૂસ દાટીને છુપાવી દીધા હતા. આરોપી સચિનની માહિતીના આધારે પોલીસે પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા છે.  મુખ્ય આરોપી દિલીપસિંહ હજુ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharaccused arrested from DelhiBreaking News Gujaratifiring and robbery in saree factoryGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsuratTaja Samacharviral news
Advertisement
Next Article