પાવાગઢમાં દુર્ઘટના : ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત
પાવાગઢ : પાવાગઢ ખાતે બનેલી ભયાનક દુર્ઘટનામાં ગુડ્સ રોપ વે તૂટી પડતાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. બાંધકામ માટે સામાન લાવવા-લઈ જવા માટે રાખવામાં આવેલ આ રોપ વે અચાનક તૂટી પડ્યો હતો. માહિતી મુજબ, મૃતકમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર પાવાગઢમાં અચાનક ગુડ્સ રોપ-વે તૂટવાની ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ સહિતનું. સ્થાનિક તંત્ર અને બચાવદળો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી પાવાગઢ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.