For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર-અમદાવાદ હાઈવે પર મઢિયા ગામ પાસે આઈસર અને ટેન્કર વચ્ચે અકસ્માત

03:25 PM Aug 15, 2025 IST | Vinayak Barot
ભાવનગર અમદાવાદ હાઈવે પર મઢિયા ગામ પાસે આઈસર અને ટેન્કર વચ્ચે અકસ્માત
Advertisement
  • અકસ્માતમાં એકનું મોત અને 15 લોકોને ઈજા,
  • રોડ પર બંધ પડેલા ટેન્કર પાછળ આયસર ઘૂંસી ગયું,
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે શુક્રવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક એક બંધ પડેલા ટેન્કર સાથે આઇસર અથડાતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. હાલ, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, આજે  શુક્રવારે વહેલી સવારે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. મઢીયા ગામ નજીક હાઈવે પર બંધ પડેલા ટેન્કર પાછળ ધડાકાભેર આયસર ટ્રક અથડાતા 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને સુમિત નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જોકે, અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર તુરંત ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી ત્યાં હાજર લોકોને પૂછપરછ કરી હતી. પોલીસે આ મામલે ટેન્કર ચાલકની શોધ માટે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement