For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક 4 વાહનો વચ્ચે અકસ્માત, બેના મોત

05:03 PM Dec 26, 2024 IST | revoi editor
અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક 4 વાહનો વચ્ચે અકસ્માત  બેના મોત
Advertisement
  • કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો,
  • 4 વાહનો એક બીજા સાથે અથડાતા બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી,
  • કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા અને બાવળા વચ્ચે ભમાસરાના પાટિયા પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બ્લાસ્ટ થયા બાદ ચારેય વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં બેનાં મોત નિપજ્યા હતા. જ્યારે બને ઈજાઓ થઈ હતી.

Advertisement

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બનેલા અકસ્માતના બનાવે જયપુરમાં તાજેતરમાં સર્જાયેલા અકસ્માતના બનાવની યાદ અપાવી હતી. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો.  ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં એક  ટ્રકમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા હતા.  જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા બાવળા, બગોદરા અને કોઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા હતો. બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement