હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા

06:34 PM Jun 26, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા ભાજપમાં જોડાશે એવી ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થતાં ભાજપ મકવાણાની વિકેટ લઈને ખેલ પાડશે એવી વાતો ચાલી રહી હતી. દરમિયાન  આમ આદમી પાર્ટીથી નારાજ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે સવારે આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે  ધારાસભ્ય પદેથી રાજીનામાનો નિર્ણય બોટાદની જનતાને પૂછીને લઈશ. એવી જાહેરાત કરી હતી. આથી  આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

વિસાવદર સીટ પર જીતીને ફુલ ફોર્મમાં આવેલી આમ આદમી પાર્ટીને બે દિવસમાં જ ઝટકો લાગ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના નેતૃત્વ સામે ખુલ્લેઆમ બ્યૂગલ ફૂંક્યું છે. તેમણે ગાંધીનગરમાં આજે સવારે દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે તેમણે પાર્ટી કે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પાર્ટીમાંથી ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.  વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ભૂકંપ આવ્યો છે. આજે સવારે પત્રકાર પરિષદ યોજી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. કેટલાક મુદ્દે ઉમેશ મકવાણાએ નારાજગી જાહેર કરી હતી. હવે આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણા પર કહ્યુ કે પાર્ટીએ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને ગુજરાતની જનતા વિરુદ્ધ કામગીરી કરવા બદલ આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા એક્સ પર ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી છે.  ઉમેશ મકવાણાએ આકરા પ્રહાર કરતાં કહ્યું, ઇસુદાન ગઢવી માત્ર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે ઉમેશ મકવાણા રાષ્ટ્રીય કક્ષાના નેતા છે, એટલે મને સસ્પેન્ડ કરવાનો અધિકાર ઇસુદાન ગઢવી પાસે પણ નથી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharAAP MLA Umesh MakwanaBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSuspendedTaja Samacharviral news
Advertisement
Next Article