For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસથી AAP નારાજ, મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન

03:13 PM Dec 26, 2024 IST | revoi editor
કોંગ્રેસથી aap નારાજ  મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન
Advertisement
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 'આપ'એ તૈયારીઓ શરૂ કરી
  • આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે
  • અગાઉ ઈન્ડી ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ કર્યું હતું નિવેદન

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આમ આદમીના નેતાઓમાં કોંગ્રેસ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. બંને પક્ષો ઈન્ડી ગઠબંધનનો ભાગ છે, પરંતુ દિલ્હીમાં અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે.

Advertisement

સૂત્રોએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઈન્ડિ એલાયન્સમાંથી બહાર કરવા માટે અન્ય પાર્ટીઓ સાથે વાત કરશે. તાજેતરમાં જ મમતા બેનર્જીએ ઈન્ડિ એલાયન્સના કન્વીનર પદ પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. કોંગ્રેસના સહયોગી આરજેડીએ પણ આને સમર્થન આપ્યું હતું. હવે દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસને ભારે નુકશાન થયાનું ચર્ચાય રહ્યું છે. એટલું જ નહીં ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી અંદરખાને નારાજગી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ડી ગઠબંધનના કેટલાક સભ્યો કોંગ્રેસથી નારાજ હોવાનું ચર્યા રહ્યું છે. બીજી તરફ ઈન્ડી ગઠબંધનમાં આગામી દિવસોમાં નવાજૂની થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement