For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

06:35 PM May 30, 2025 IST | revoi editor
કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર
Advertisement
  • કડી અને વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે
  • આપએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
  • સત્તા વિરોધી મતોમાં વિભાજનને લીધે ભાજપને ફાયદો થાય તેવી શક્યતા

ગાંધીનગરઃ કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસાભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, આ બન્ને બેઠકો પર 19મી જુને પેટા ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રકિયા ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કડી બેઠકના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે 'કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે.

Advertisement

વિસાવદરની બેઠક પરથી  આમ આદમી પાર્ટીના ધારાસભ્યપદેથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જ્યારે કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે. વિસાવદર અને કડીની બેઠક માટે હજુ કોંગ્રેસ કે ભાજપે નામો જાહેર કર્યા નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ બન્ને બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બન્ને બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે, જોકે સત્તા વિરોધી મતોમાં વિભાજન થશે તો ભાજપને ફાયદો થશે.

કડી અનામત બેઠક પર વર્ષ 2017માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. જેથી હવે પેટા ચૂંટણીમાં પણ પેટા જાતિ સમીકરણોને જોઈને બંને પાર્ટી આ જ રીતે ટિકિટ આપશે કારણ કે ભાજપ કે કોંગ્રેસ એક બેઠક માટે થઈને આખા સમાજને નારાજ કરવાનું પસંદ કરશે નહીં.

Advertisement

આમ આદમી પાર્ટીએ બન્ને બેઠકો માટે સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી છે. આ યાદીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, રાઘવ ચડ્ઢા, સુનિતા કેજરીવાલ, ઇસુદાન ગઢવી સહિતના 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement