વર્ષ 2024-25માં આધાર પ્રમાણભૂતતા વધીને 2,707 કરોડને વટાવી ગઈ; યુઆઈડીએઆઈના ફેસ ઓથેન્ટિકેશનને વેગ મળ્યો
નવી દિલ્હીઃ વધતા જતા સ્વીકાર અને ઉપયોગિતાના સ્પષ્ટ સંકેતમાં, આધાર નંબર ધારકોએ 2024-25માં 2,707 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં ફક્ત માર્ચમાં જ આવા 247 કરોડ વ્યવહારોનો સમાવેશ થાય છે. આધાર ડિજિટલ અર્થતંત્રને સક્ષમ બનાવે છે અને તેનો વધતો જતો સ્વીકાર બેંકિંગ, ફાઇનાન્સ, ટેલિકોમ સહિતના તમામ ક્ષેત્રોમાં તેની વધતી જતી ભૂમિકા અને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ હેઠળ લાભો સરળતાથી પહોંચાડવા માટે દર્શાવે છે.
માર્ચ 2025 (246.75 કરોડ)માં ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન તેમજ ફેબ્રુઆરી 2025માં થયેલા વ્યવહારો કરતા વધારે છે. શરૂઆતથી અત્યાર સુધીમાં ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 14,800 કરોડને વટાવી ગઈ છે. યુઆઈડીએઆઈ દ્વારા ઘરઆંગણે વિકસાવવામાં આવેલા એઆઈ/એમએલ આધારિત આધાર ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. માર્ચમાં આવા 15 કરોડથી વધુ વ્યવહારો થયા હતા, જે વધતા જતા ઉપયોગ, આ પ્રમાણભૂતતા પદ્ધતિને અપનાવવા અને તે કેવી રીતે આધાર નંબર ધારકોને અવિરત પણે લાભ આપી રહ્યું છે તેના સંકેત આપે છે. સરકારી અને ખાનગી ક્ષેત્ર બંનેમાં 100થી વધુ કંપનીઓ લાભો અને સેવાઓની સરળ ડિલિવરી માટે ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી રહી છે.
21 એપ્રિલના રોજ યુઆઈડીએઆઈને જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ મળ્યો હતો. યુઆઈડીએઆઈની ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિ માટે આને ઇનોવેશન કેટેગરી હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું. આધાર ઇ-કેવાયસી સેવા ગ્રાહકોના અનુભવને સુધારવામાં અને બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સેવાઓ સહિતના ક્ષેત્રોમાં વેપાર કરવામાં સરળતા ઉમેરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.
માર્ચ 2025 દરમિયાન હાથ ધરવામાં આવેલા ઇકેવાયસી વ્યવહારોની કુલ સંખ્યા (44.63 કરોડ) ગયા વર્ષના સમાન સમયગાળાની સંખ્યાની તુલનામાં 6 ટકાથી વધુ છે. 31 માર્ચ 2025ના રોજ ઇ-કેવાયસી ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 2356 કરોડને સ્પર્શી ગઈ છે. એ જ રીતે, માર્ચ 2025માં 20 લાખ નવા આધાર નંબર જનરેટ કરવામાં આવ્યા હતા અને આધાર નંબર ધારકોની રજૂઆતોને પગલે 1.91 કરોડથી વધુ આધારને સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવ્યા હતા.