For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના આંબેડકર બ્રિજ પર BRTS બસ સાથે સ્કૂટર અથડાતા યુવાનનું મોત

05:59 PM Dec 18, 2024 IST | revoi editor
અમદાવાદના આંબેડકર બ્રિજ પર brts બસ સાથે સ્કૂટર અથડાતા યુવાનનું મોત
Advertisement
  • મોડી રાત્રે આંબેડકર બ્રિજ પર BRTS બસ ખોટકાતા પાર્ક કરી હતી,
  • સ્કૂટર બસ પાછળ અથડાતા સ્કૂટરચાલક યુવાનને ગંભીર ઈજા થઈ હતી,
  • વહેલી સવારે સારવાર દરમિયાન સ્કૂટરચાલકનું મોત નિપજ્યું

  અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં આબેડકર બ્રિજ પર ગઈ મોડી રાત્રે બંધ પડેલી બીઆરટીએસ બસ સાથે સ્કુટર અથડાતા સ્કૂટરસવાર રોડ પર પટકાયો હતો. અને તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં રોજબરોજ વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં સાંકડા રોડ, રોડ પર દબાણો,  ખોટી ડિઝાઇનવાળા વળાંકો,  તૂટેલા રોડ,  ટ્રાફિક નિયમનમાં બેદરકારી સહિતના કારણોસર વાહન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ટ્રાફિક સેન્સ, ટ્રાફિક નિયમનના ભારે અભાવ વચ્ચે વાહન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના આંબેડરકર બ્રિજ પર મોડી રાતે બીઆરટીએસ બસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટરચાલક  યુવાનનું  મોત નિપજ્યુ હતુ.

ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ  શહેરમાં ટ્રાફિકથી ધસમસતા આંબેડરકર બ્રિજ પર મોડી રાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બ્રિજ પર ઉભેલી બીઆરટીએસ બસની નીચે સ્કૂટર ચાલક યુવક ઘુસી જતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. આંબેડરકર બ્રિજ પર યાંત્રિક ખામીના કારણે બીઆરટીએસ બસ ખોટકાઈ ગઈ હતી અને બ્રિજ પર ઉભી હતી. તે સમયગાળા દરમિયાન એક સ્કૂટર ચાલક યુવક પાછળથી સ્લીપ ખાઈ જતા બસની પાછળ તરફ ધડાકાભેર અથડાયો હતો. અને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું વહેલી સવારે મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે N ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement