હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતમાં મધરાતે લૂંટારૂ શખસોએ મહિલા પર કર્યો ગેન્ગરેપ, પોલીસે એક શખસને ઝડપી લીધો

06:00 PM Feb 14, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મધરાત બાદ લૂંટારૂ શખસોએ એક મકાનનો દરવાજો ખટખટાવીને પોતે પોલીસ હોવાની ઓળક આપીને દરવાજો ખોલાવ્યો હતો. અને મકાનમાં ઘૂંસી જઈને લૂંટરૂ શખસોએ પતિને બાંધીને તેની પત્ની પર ગેન્ગરેપ કર્યો હતો. ત્યારબાદ લૂંટ કરીને લૂંટારૂ શખસો પલયાન થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે ત્વરિત તપાસ કરીને ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને દબોચી લીધો હતો. જ્યારે અન્ય લૂંટારૂ શખસોને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  મૂળ ભાવનગરના વતની એવું દંપતી સુરતના પુણાગામા પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેસ પટ્ટીના કારખાનામાં નોકરી કરે છે. ગઈકાલે દંપતિ રાત્રે જમીને સુઈ ગયું હતું. દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં 3  લૂંટારૂ શખસોએ તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. દંપતિએ કોણ છે એમ પુછતા લૂંટારૂ શખસોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ મોઢા પર બુકાની બાંધેલા ત્રણ શખસોએ ચપ્પુ લઇને ઘરમાં ઘુસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી દરમિયાન એક બદમાશે દુપટ્ટા વડે પતિને બાંધી દીધો હતો, અન્ય બે શખસો પત્નીને ઢસડીને ઉપર ધાબા પર લઇ ગયા હતા. પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી હતી, પણ આ હવસખોરે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાએ એકવાર દુષ્કમ આચરી લીધા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તે બન્ને નીચે આવ્યા હતા અને બાદમાં જતી વખતે 2 સોનાના બ્રેસલેટ અને રોકડ રૂ.30,000ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.

આ મામલે ક્રાઈમ બ્રાંચનાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં કામે લાગી હતી. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ મામલે અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુની ઓળખ કરી લીધી હતી. આ સાથે જ આરોપી ભાવનગર સાઈડ ભાગ્યા હોવાની જાણ થતા ડીસીપી ઝોન 1ની ટીમ ભાવનગર રવાના કરવામાં આવી હતી. ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharaccused arrestedBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrobbery with gangrapeSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsuratTaja Samacharviral news
Advertisement
Next Article