હેકર્સ એક્ટિવ બનતા આઈફોન અને અન્ય એપલ ઉત્પાદનોને લઈને ચેતવણી જાહેર કરાઈ
જો તમે પણ કોઈ એપલ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એપલ વપરાશકર્તાઓને iPad, Mac અને અન્ય મોડેલોમાં જોવા મળતી બહુવિધ નબળાઈઓ વિશે ચેતવણી જારી કરી છે. સરકારી એજન્સીને એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષા ખામીઓ મળી આવ્યા બાદ આ અઠવાડિયે આ સલાહકાર જારી કરવામાં આવ્યો હતો. જે iPhones, iPads અને Macs જેવા ઉપકરણોને અસર કરી શકે છે. આ નબળાઈઓનો ઉપયોગ કરીને, હુમલાખોરો સંવેદનશીલ માહિતી મેળવી શકે છે.
CERT-In મુજબ, અસરગ્રસ્ત Apple ઉત્પાદનોમાં macOS Sequoia, macOS Sonoma, macOS Ventura, iPadOS, iOS, tvOS, visionOS, Safari અને watchOS ના જૂના સંસ્કરણોનો સમાવેશ થાય છે. આમાં જોવા મળતી નબળાઈઓને ઉચ્ચ જોખમ ગણવામાં આવે છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે આ નબળાઈઓ નલ પોઈન્ટર ડિરેફરન્સ, ટાઈપ કન્ફ્યુઝન, યુઝ આફ્ટર ફ્રી, આઉટ-ઓફ-બાઉન્ડ રીડ/રાઈટ, ઇનપુટ વેલિડેશન અને ડેટા મેનીપ્યુલેશન જેવા મુદ્દાઓને કારણે થાય છે. આમાંની એક મહત્વપૂર્ણ ભૂલ CVE-2025-24085 છે. આ જોખમોને ઘટાડવા માટે સરકારે વપરાશકર્તાઓને તેમના એપલ ઉપકરણોને નવા સોફ્ટવેર વર્ઝનમાં અપડેટ કરવાની સલાહ આપી છે.