For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા પાસે ટ્રકે પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો

06:01 PM Jan 07, 2025 IST | revoi editor
અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટિલા પાસે ટ્રકે પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો
Advertisement
  • ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી
  • હાઈ-વે સિક્સ લાઈનનું ગોકળગતિએ ચાલતું કામ
  • કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન આપ્યા વિના કે સાઈન બોર્ડ લગાવ્યા વિના કામ શરૂ કરી દીધું

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.ચોટીલાના જલારામ મંદિર પાસે ટ્રક પલટી મારી જતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ અમદાવાદ હાઈવેની એક બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે વાહનોથી 24 કલાક ધમધમતો રહે છે. આ નેશનલ હાઈવે દેશમાં સૌથી વ્યસ્ત હાઈવે ગણાય છે. હાઈવેને સિક્સલાઈન બનાવવાનું કામછેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ નીતિનિયમોનું પાલન કર્યા વગર ગમે ત્યાં ડાયવર્ઝન આપ્યા વગર અને દિશા સૂચક બોર્ડ મૂક્યા વગર રોડનું કામ શરૂ કરી દેવામાં આવેલુ છે. જેના કારણે રોડ પર અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેનો ભોગ ફરી એક ટ્રક બન્યો હતો, અને તે જગ્યાએ થોડા સમય પહલા એક કેમિકલ ભરેલું ટેન્કર પણ પલટી મારી ગયું હતું. આ બાબતે કોન્ટ્રકટર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અને આવા અકસ્માતોના કારણે હજારો પ્રવાસીઓ અને વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે.

રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટિલાના જલારામ મંદિર પાસે એક ટ્રક પલટી ખાતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવેની એક બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement