હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જામનગરના ઢેબા ચાકડી પાસે બે બાઈક અને કાર વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત

04:19 PM Feb 27, 2025 IST | revoi editor
Advertisement

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડી પાસે હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ઠેબા ચોકડી પાસે બપોરે 2.30 વાગ્યાના અરસામાં બે બાઈક અને કાર વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં એક નેપાળી યુવાનનો ભોગ લેવાયો છે. જ્યારે અન્ય એક નેપાળી યુવાન તથા ખેડૂત યુવાન સહિત બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો, કે બે બાઈકની ટક્કર પછી મૃતક યુવાન ડિવાઈડર કુદાવીને સામેથી આવતી કાર સાથે ટકરાઈને મૃત્યુ પામ્યો હતો.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, જામનગરના  લાલપુર ચોકડી પાસે રહેતો અને મજૂરી કામ કરતો દીપક કરણભાઈ વિશ્વકર્મા નામનો 20 વર્ષનો નેપાળી યુવાન ગઈકાલે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. જેની પાછળ ગૌતમ નામનો અન્ય એક નેપાળી યુવાન બેઠો હતો. બંને યુવાનો બાઈક પર સવાર થઈને  ઠેબા ચોકડીથી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન તેઓ આગળ જઇ રહેલા એક બાઈકની સાથે પાછળથી અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો, કે બાઈક ચાલક દીપક પોતાના વાહનનો કાબુ ગુમાવી બેઠો હતો, અને રોડનું ડીવાઇડર કુદાવીને સામેથી આવી રહેલી એક કાર સાથે ટકરાઈ ગયો હતો.  ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક દીપક વિશ્વકર્માનું ગંભીર ઇજા થવાના કારણે મોત નિપજ્યુ હતું, જ્યારે પાછળ બેઠેલા ગૌરાંગ નામના અન્ય નેપાળી યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં હિતેશભાઈ પોપટભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 45) કે જે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન તેની પાછળ મૃતકનું બાઇક ટકરાયું હતું, અને પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા પંચકોષી બી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ખેડૂત યુવાન જીતેશ કણજારીયાની ફરિયાદના આધારે અકસ્માત સર્જીને મૃત્યુ પામનાર દીપક કરણભાઈ વિશ્વકર્મા સામે ગુનો નોંધ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharjamnagarLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTriple Accidentviral news
Advertisement
Next Article