અમરગઢ પાસે નેશનલ હાઈવે પર ટ્રેલરે પલટી ખાતા 10 કલાકથી ટ્રાફિક જામ
- કંડલાથી ડામર ભરીને નેપાળ જતું ટ્રેલર પલટી ગયું,
- ડામર ભરેલા બેરલ રોડ ઉપર વેર વખેર થતાં ટ્રાફિકજામ સર્જાયો,
- પોલીસે ભારે જહેમત બાદ એક તરફનો ટ્રાફિક ચાલુ કરાવ્યો
પાલનપુરઃ ટ્રાફિક સતત વ્સસ્ત ગણાતાનેશનલ હાઇવે અમીરગઢ નજીક વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે ગાયને બચાવવાં જતાં કંડલાથી 216 જેટલા ડામરના બેરલ ભરીને નેપાળ જઈ રહેલું ટ્રેલર પલટી ગયુ હતુ. જેના કારણે ડામર ભરેલા બેરલ રોડ ઉપર વેર વખેર થતા સતત 10 કલાક સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. જોકે, આ ઘટનામાં ટ્રેલરના ડ્રાયવર અને ખલાસીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અમે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ડામર ભરેલા બેરલો હટાવીને એક તરફનો હાઈવે ખૂલ્લો કર્યો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, અમીરગઢ હાઈવે પર વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે કંડલાથી 216 જેટલા ડામરના બેરલ ભરીને એક ટ્રેલર નેપાળ જઈ રહ્યુ હતુ. દરમિયાન કોરોના હોટલની સામે હાઇવે પર અચાનક આવેલી ગાયને બચાવવાં જતાં ટ્રેલરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેલર પલટી ગયુ હતુ. આથી ટ્રેલરમાં ભરેલા ડામરના બેરલ રોડ પર વેર વિખેર થઇ ગયા હતા.જેના કારણે સતત 10 કલાક સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. જોકે, આ અકસ્માતમાં ડ્રાયવર અને ખલાસીનો આબાદ બચાવ થયો હતો અને તેમને સમાન્ય ઈજાઓ થઇ હતી. આ ઘટનાની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરીટીના કર્મચારીઓ, પોલીસ અને પટ્રોલિંગ એમ્બ્યુલ્સ, ક્રેન અને જેસબી લઇ સ્થળ પર પોચ્યા હતા. અને ભારે જહેમત બાદ એક તરફનો ટ્રેક ચાલુ રાખી ટ્રાફીકને પૂર્વવત કર્યો હતો.