For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત એરપોર્ટ પર 4 કિલો હાઈબ્રિજ ગાંજા સાથે બેંગકોકથી આવેલો પ્રવાસી પકડાયો

04:53 PM Nov 18, 2025 IST | Vinayak Barot
સુરત એરપોર્ટ પર 4 કિલો હાઈબ્રિજ ગાંજા સાથે બેંગકોકથી આવેલો પ્રવાસી પકડાયો
Advertisement
  • સુરત એરપોર્ટ પર પ્રવાસીને ડીસીબી, કસ્ટમ્સ અને CISF દ્વારા ઝડપી લીધો,
  • પ્રવાસીના લગેજમાંથી 055 કિલોના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા,
  • હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 41 કરોડથી વધુ છે

સુરતઃ શહેરના એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક પ્રવાસીના લગેજમાંથી 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી.  એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે પ્રવાસીની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવેલા જાફર અકબર ખાનને સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો હતો.

Advertisement

સુરત એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની બેંગકોકથી આવેલી ફ્લાઇટના પ્રવાસીઓના લગેજની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે એક પ્રવાસીના લગેજમાંથી લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. પ્રવાસીને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પ્રવાસી  જાફર અકબર ખાનના લગેજની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો. તેના લગેજમાંથી હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)ના કુલ આઠ પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થાનું કુલ વજન આશરે 4.055 કિલોગ્રામ થયું હતું.  ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 1,41,92,500 જેટલી ઊંચી છે. આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે.  પ્રવાસીને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. બેંગકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement