For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલો રિઢો ચોર નાસી ગયો

06:03 PM Apr 18, 2025 IST | revoi editor
અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલો રિઢો ચોર નાસી ગયો
Advertisement
  • શહેરના ઝોન-7 એલસીબીએ રિઢા ચોરને દબોચી લીધો હતો
  • આરોપી 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે
  • શહેરના વૃંદાવન બંગ્લોઝમાં 46 લાખની ચોરી કરી હતી

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહેસાણાથી અર્જુન રાજપૂત નામના આરોપીને રૂપિયા 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, આ રિઢો આરોપી 50થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે પહેલા તેને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. અને ત્યાંથી પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં વૃંદાવન બંગ્લોઝમાં થયેલી ધરફોડ ચોરીમાં ઝોન-7 એલસીબી પોલીસે બાતમીને આધારે મહેસાણાથી એક રિઢા તસ્કરને દબોચી લીધો હતો. આરોપી પકડાયા બાદ પોલીસે વાહ વાહી મેળવવા માટે ફોટા પડાવ્યા હતા. હજી આરોપીની પૂછપરછ થાય અને વધુ પ્રક્રિયા થાય તે પહેલા તેને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જે પોલીસ વાહવાહી મેળવી રહી હતી તે જ હવે હાંસિયામાં આવી ગઈ છે. પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ભાગી જતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા થયેલી રૂપિયા 46 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ડીસીપી ઝોન-7ના સ્ક્વોડ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે મહેસાણાથી અર્જુન રાજપૂત નામના આરોપીને રૂપિયા 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં તેની 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી ખુલી હતી. જ્યારે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે પકડેલા આરોપી અર્જુન રાજપૂત પોતે ખાસ મોર્ડન ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતો હતો. આ બધાની વચ્ચે પોલીસે 300 સીસીટીવી ફૂટેજ અને પોતાના અંગત બાદમીદારો પાસેથી કડી મેળવીને આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

મહેસાણાથી પકડાયેલો રિઢો તસ્કર અર્જુન રાજપુત  50 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે. તે પણ ખાસ કરીને જ્યારે તે ચોરી કરવા જતો હતો ત્યારે કોઈ કાર નંબર પ્લેટ વગરની પોતાની પાસે રાખતો હતો. કોઈપણ જગ્યા ચોરી કરતા પહેલા તેના નજીકમાં કોઈ મકાન ભાડે રાખતો હતો અને ચોરી કરવાના બેથી ત્રણ કલાક પહેલા તે સોસાયટીમાં આવી જતો હતો. આ સમગ્ર મોડસ ઓપરેન્ડી સામે આવ્યા બાદ પોલીસે પણ આ આરોપી મોટા કદનો છે અને મોટી સફળતા મળી છે તે બાબતે વાહવાહી લૂંટવા માટે કોઈ કસર છોડી ન હતી. પોલીસ જાપતામાંથી સોલા સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો ત્યાંથી ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ઝોન 7ના ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, આરોપીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપી નાસી ગયો છે. આરોપી વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીને પકડવા સોલા પોલીસ, સેટેલાઈટ પોલીસ અને ઝોન 7 એલસીબી કામે લાગી છે.

Advertisement
Tags :
Advertisement