For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં હાઈવે પર દૂમાડ ચોકડી પાસે ટ્રેલર પાછળ ટેમ્પો અથડાયો

05:21 PM Dec 02, 2025 IST | Vinayak Barot
વડોદરામાં હાઈવે પર દૂમાડ ચોકડી પાસે ટ્રેલર પાછળ ટેમ્પો અથડાયો
Advertisement
  • ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઈવરને કેબીન કાપી બહાર કાઢાયો
  • ટેમ્પાના ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે દૂમાડ ચોકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર  દુમાડ ચોકડી બ્રિજ નજીક સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેલર પાછળ ટેમ્પો ઘૂસી જતા કેબીનનો કચ્ચરઘાણ વળી જતા ટેમ્પાચાલક ફસાયો હતો. આ અંગેની કોલ મળતા ERC ફાયર સ્ટેશનની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ ટેમ્પાના કેબિનમાંથી દરવાજો કાપી ચાલકને સહી સલામત બહાર કાઢ્યો હતો. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર દુમાડ ચોકડી બ્રિજ પર સુરતથી અમદાવાદ તરફ જતા ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી જતા કેબિનમાં ટેમ્પાચાલક ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યો હતો. આ અંગેની જાણ ERC ફાયર સ્ટેશનની ટીમને કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ ટેમ્પો ચાલકનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું હતું. આ અકસ્માતમાં રેસ્ક્યુ કરનારા ERC ફાયર સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને વહેલી સવારે 4.30 કલાકે કોલ મળ્યો હતો. અમે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર બચાઓ બચાઓની બુમો પડતો હતો. અમે બે કલાકની ભારે જહેમત બાદ  ટેમ્પોચાલકને સહી સલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું. ફાયરના જવાનોએ હાઇડ્રોલિક સાધનો વડે કામ શરૂ કર્યું હતું. ડ્રાઈવર કેબિનમાં પગના ભાગે ગંભીર ઇજાઓને લઈ ફસાયેલો હોવાથી રેક્સ્યુમાં મુશ્કેલી પડી હતી.

વધુમાં કહ્યું કે, ફાયર બ્રિગેડના અત્યાધુનિક હાઇડ્રોલિક કટારી, સ્પેડર, રેમજેક જેવા સાધનો વડે ડેમેજ ભાગને કટ કરવાનું શરૂ કર્યું હતું. ટેમ્પાના દરવાજાના ભાગે અને કેબિન આંગળાના ભાગેથી ડ્રાયવરને ઇજાઓ ન પહોંચે તે રીતે બે કલાકની મહેનતથી એક તરફનો દરવાજો કાપી બહાર કાઢ્યો હતો. ડ્રાઇવર ગંભીર હતો અને પગમાં ઇજાઓ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement